દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર તિહાડ જેલમાં સરેન્ડર

નવી દિલ્હી, :આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે બપોરે તિહાડ જેલમાં સરેન્ડર કરી દીધું છે. તેમને સુપ્રીમ કોર્ટ તરફથી વચગાળાના જામીન મળ્યા હતા. સરેન્ડર કરતા પહેલા સીએમ કેજરીવાલે રાજઘાટ અને કનોટ પ્લેસ પર આવેલ હનુમાન મંદિરમાં ગયા હતા. આ અગાઉ કેજરીવાલે એક્સ પર હિન્દીમાં લખ્યું હતું કે, માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ પર હું ૨૧ દિવસ પ્રચાર માટે બહાર આવ્યો હતો. માનનીય સુપ્રીમ કોર્ટનો ખૂબ ખૂબ આભાર. આજે તિહાડ જઈને સરેન્ડર કરીશ. બપોરે ૩ વાગ્યે ઘરેથી નીકળીશ. પહેલા રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીશ. ત્યાંથી હનુમાનજીના આશીર્વાદ લેવા કનોટ પ્લેસ મંદિરે જઈશ. ત્યાંથી પાર્ટી ઓફિસ જઈને કાર્યકર્તાઓ અને પાર્ટીના નેતાઓને મળીશ. ત્યાંથી ફરી તિહાડ જેલ માટે રવાના થઈશ. આપ સૌ લોકો આપનું ધ્યાન રાખજાે. જેલમાં મને આપની ચિંતા રહેશે. આપ ખુશ રહેશો, જાે જેલમાં આપનો કેજરીવાલ પણ ખુશ રહેશે. જય હિન્દ!અરવિંદ કેજરીવાલે ઘરેથી નીકળતી વખતે પોતાના માતા-પિતાના આશીર્વાદ લાધી અને બાળકોને ગળે લગાવ્યા. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીની સમાધિ પર ફુલ અર્પણ કર્યા. અરવિંદ કેજરીવાલ, આપ નેતા સંજય સિંહ અને અન્ય લોકો સાથે હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી. આપ નેતા ગોપાલ રાયે કહ્યું કે, જેવી રીતે દિલ્હીના ચૂંટાયેલા મુખ્યમંત્રીને ધરપકડ કરી છે. ચૂંટણી પ્રચાર માટે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા. આજે અરવિંદ કેજરીવાલ ફરી જેલ જઈ રહ્યા છે, અમને આશા છે કે, તેઓ ફરી જેલમાંથી પાછા આવશે.અરવિંદ કેજરીવાલના વિરોધમાં રાજઘાટ પર દિલ્હી ભાજપે પ્રદર્શન કર્યું હતું. જેમાં દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા પણ સામેલ થયા અને નારા લગાવ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution