દિલ્‍હીની કંપનીએ શરૂ કરી લંડન સુધીની બસ સફર, જાણો શું છે ખાસ ?

દિલ્‍હી-

દિલ્‍હીની કંપનીએ શરૂ કરી લંડન સુધીની વાહનઃ દિલ્‍હીથી લંડનનો ૭૦ દિવસનો ર૦.૦૦૦ કિલોમીટરનો લાંબો પ્રવાસ ૧પ લાખમાં પ્રવાસ ખેડનારા લોકોએ મ્‍યાનમાર, થાઇલેન્‍ડ, લાઓસ, ચીન, કિર્ગ્‍સ્‍તિાન, ઉઝબેકિસ્‍તાન, કઝાખસ્‍તાન, રશિયા, લાટવિયા, વિથુઆનિયા, પોલેન્‍ડ ઝેક રિપબ્‍લિક જર્મની નેધરલેન્‍ડ, બેલ્‍જિયમ અને ફાન્‍સમાં સહીત ૧૮ દેશોમાંથી પસાર થવાનું આવશે.

પ્રવાસના શોખીનો માટે છે ખુશખબર . ગુરુગ્રામ સ્થિત ખાનગી ટુરિસ્ટ કંપનીએ દિલ્હીથી લંડનની બસ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે . તેમા પ્રવાસીઓને 18 દેશની મુસાફરી માણવા મળશે અને તેઓ આ પ્રવાસમાં 70 દિવસમાં 20,000 કિલોમીટરનું અંતર કાપશે .

એડવેન્ચર્સ ઓવરલેન્ડે 15 મી ઓગસ્ટે દિલ્હીથી લંડન વચ્ચે સૌપ્રથમ હોપ - ઓન / હોપ - ઓફ બસ સર્વિસની જાહેરાત કરી હતી . તેને બસ ટુ લંડનનું નામ આપવામાં આવ્યુ છે.આ પ્રવાસ ખેડનારા લોકોએ મ્યાનમાર , થાઇલેન્ડ , લાઓસ , ચીન , કિર્ગિસ્તાન , ઉઝબેકિસ્તાન , કઝાખસ્તાન , રશિયા , લાટવિયા , લિથુઆનિયા , પોલેન્ડ , ઝેક રિપબ્લિક , જર્મની , નેધરલેન્ડ , બેલ્જિયમ અને ફ્રાન્સમાંથી પસાર થવાનું આવશે . 

આ ખાસ 20 સીટર બસ બિઝનેસ ક્લાસ સીટથી સજ્જ હશે . તેને ખાસ આ ટ્રિપ માટે બનાવવામાં આવી છે . તેમા 20 પ્રવાસીઓ ઉપરાંત ડ્રાઇવર , આસિસ્ટન્ટ ડ્રાઇવર , ગાઇડ અને હેલ્પર હશે . તેઓ પ્રવાસ દરમિયાન નિયમિત અંતરે માર્ગદર્શન આપતા રહેશે.આ ટ્રિપને ચાર કેટેગરીઓમાં વિભાજીત કરવામાં આવી છે અને પ્રવાસીઓ તેમા તેમની અનુકૂળતા અને સગવડતા મુજબ વિવિધ સ્થળ પસંદ કરી શકે છે . તેઓ પોતે જે પેકેજ પસંદ કરશે તેના જ નાણા તેમણે ચૂકવવાના રહેશે . પણ જો તમે દિલ્હીથી લંડનનો પૂરો પ્રવાસ ખેડવા માંગતા હોવ તો આ પ્રવાસ તમને પ્રતિ વ્યક્તિ 15 લાખ રૂપિયામાં પડશે . 

એડવેન્ચર્સ ઓવરલેન્ડના સહસ્થાપક તુષાર અગરવાલે જણાવ્યું હતું કે કેટલાય લોકોએ લંડન સુધીની રોડ ટ્રિપની ઇચ્છા વ્યક્ત કર્યા પછી અને તેનો ઉત્સાહ દર્શાવ્યા પછી અમે આ પ્રકારના પ્રવાસનું આયોજન કર્યુ છે . તેની જાહેરાત 15 મી ઓગસ્ટે કરવામાં આવી હતી . અમને આશા છે કે દિલ્હીથી લંડનની પ્રથમ બસ મે 2020 સુધીમાં ઉપડી જશે . અમે કોરોના વાઇરસના લીધે હજી સુધી નોંધણી શરૂ કરી નથી . 

આ બધા દેશોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા પછી અમે પ્રવાસીઓની નોંધણી કરવાનો પ્રારંભ કરીશું . 70 દિવસના પ્રવાસમાં બધી સગવડ પૂરી પાડવામાં આવશે . પ્રવાસીઓને ફોરથી ફાઇવ સ્ટાર હોટેલમાં ઉતારો આપવામાં આવશે અને આ બધા દેશોમાં તેમને ભારતીય ફૂડ પૂરું પાડવામાં આવશે .

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution