ગાંધીનગર-
શંકરસિંહ વાઘેલાએ વિજય રૂપાણીના રાજીનામા બાદ જણાવ્યું હતું કે, દિલ્હીનું હાઈ કમાન્ડ ગુજરાતના લોકો અને પાર્ટીને ટેકન ફોર ગ્રાન્ટેડ સમજી રહ્યું છે. આ સાથે તેમને કેન્દ્ર સરકાર પર બળાપો કાઢયો હતો અને તેમના ઈશારે જ રાજ્યમાં દરેક પ્રકારના મહત્વના નિર્ણય લેવામાં આવતા હોય છે. તો શું મુખ્યમંત્રીના પદ પર બિરાજમાનનું કોઈ સ્વમાન જ નથી હોતું ? આમ તેમણે અનેક વાતો પર જોર આપી ભાજપા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ગુજરાતમાં BJP ડાઉન જઈ રહી છે કોરોના અનએમ્પ્લોયમેન્ટ, મોંઘવારીને કારણે લોકો પણ ઇલેક્શનની રાહ જોઈ રહ્યા છે. મુખ્યમંત્રી પણ કઠપૂતળી છે શું તેમનું કોઈ સ્વમાન નથી હોતુ. સંઘનું પણ સ્વમાન નથી રહ્યું. આજે જે પણ થઈ રહ્યું છે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના આ છેલ્લા ગુજરાતના મુખ્યમંત્રી હશે. જો જે MLA નથી તે મુખ્યમંત્રી બનશે તો ગુજરાતનું ઇલેક્શન છ મહિનાની અંદર ઉત્તરપ્રદેશની સાથે થશે પરંતુ આ આખરી મુખ્યપ્રધાન BJP ના હશે તે નિશ્ચિત છે. તેવું શંકરસિંહ વાઘેલાએ વીડિયો મારફતે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હી અને રાજ્યના મંત્રીઓને કંઈ જ કરવાનું નથી જે પણ કરવાનું છે તે રિમોટથી જ કરવાનું છે બીજેપીને એ સમજવું જોઇએ કે સમાજ નીતિ, બિઝનેસ નીતિ, બાળકોને ભણાવવાનીતિ પણ હોવી જોઈએ પરંતુ તેમને ફક્ત રાજનીતિ જ આવડે છે. બીજેપીની આ છેલ્લી રાજનીતિ રહેશે. 2024 આવનાર લોકસભાની રાહ નહીં જોવી પડે કેમ કે બીજેપી સરકાર નહીં હોય. ગુજરાત જ તેમનું બેઝ છે પાર્ટી અને પબ્લિક બંને નારાજ છે પરંતુ અમે જે કહીએ તે જ ખરું પરંતુ આ ગુજરાતનું અપમાન છે. ડેમોક્રેસીનું અપમાન થઇ રહ્યું છે આ પ્રકારની દાદાગીરી ના કરવી જોઈએ. જેનાથી લોકોને અને પાર્ટીના વર્કર અને ગુજરાતની જનતાને ઠેશ પહોંચી છે.