હોકીમાં ભારત સામે હારેલા દેશે ફૂટબોલમાં ગોલ્ડ જીત્યો:યજમાન ફ્રાંસને ૫-૩થી હરાવ્યું


પેરિસ:ઓલિમ્પિક ૨૦૨૪માં સ્પેનની ફૂટબોલ ટીમે યજમાન ફ્રાંસને ૫-૩થી હરાવીને ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. બંને ટીમો વચ્ચેની આ ગોલ્ડ મેડલ મેચ વધારાના સમયમાં સમાપ્ત થઈ હતી. ફ્રાન્સે ૩-૧થી નીચેથી જાેરદાર પુનરાગમન કર્યું અને મેચને વધારાના સમયમાં લઈ જવામાં સફળ રહી, પરંતુ અંતે સ્પેનનો વિજય થયો. આ રીતે ફાઇનલ મેચમાં બંને ટીમો દ્વારા કુલ ૮ ગોલ થયા હતા. આ એ જ સ્પેન છે જેને ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ મેચમાં હરાવ્યું હતું, આ મેચમાં યજમાન ફ્રાન્સે પ્રથમ ગોલ કર્યો હતો, પરંતુ ટૂંક સમયમાં જ સ્પેને બે ગોલ કરીને મેચમાં લીડ મેળવી હતી. હાફ ટાઈમ બાદ ફ્રાન્સની ટીમે પણ શાનદાર વાપસી કરી હતી અને સ્કોર બરાબરી પર લાવી દીધો હતો, પરંતુ સ્પેનના રિપ્લેસમેન્ટ પ્લેયર સર્જિયો કેમેલોએ એક્સ્ટ્રા ટાઈમમાં બે ગોલ કરીને સ્પેનની ટીમને ૧૯૯૨ બાદ પ્રથમ વખત ઓલિમ્પિકમાં પહોંચવામાં સફળતા અપાવી ગોલ્ડ જીત્યો. આ પહેલા માત્ર એક મહિના પહેલા જ તેઓએ યુરોપિયન ચેમ્પિયનશિપ જીતી હતી, જેમાં તેણે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. આ સિવાય સ્પેનની પુરૂષોની અંડર-૧૯ ટીમે પણ યુરોપિયન ટાઈટલ જીત્યું હતું અને મહિલા ટીમે ગયા વર્ષે વર્લ્ડ કપ જીત્યો હતો. બીજી તરફ ફ્રાંસની ટીમે શરૂઆતમાં નિરાશ કર્યો હતો, પરંતુ બાદમાં સિલ્વર મેડલ જીતીને ઉજવણી કરી હતી. ફ્રાન્સના કોચ થિયરી હેનરીએ કહ્યું કે ટીમ બનાવવામાં મુશ્કેલીઓ આવી હતી, પરંતુ તેમને તેમની ટીમ પર ગર્વ છે, ફ્રાન્સ અને સ્પેન વચ્ચેની ફાઇનલ ફૂટબોલ મેચ જાેવા માટે મોટી સંખ્યામાં ચાહકો સ્ટેડિયમમાં હાજર હતા. આ મેચમાં લગભગ ૪૮,૦૦૦ દર્શકો આવ્યા હતા, પરંતુ ઘરઆંગણાના પ્રેક્ષકોના સમર્થન છતાં ફ્રાન્સે બીજા સ્થાને રહીને સિલ્વર મેડલથી સપડવું પડ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution