ડીસાના ધારાસભ્યે કહ્યું- ભાજપ કાર્યકર સામે કોઈ જાેશે તો આંખ ચીરી નાખીશું

બનાસકાંઠા-

સિંગર કિંજલ દવે સાથે કોરોનાના નિયમો નેવે મૂકી રોડ શો કરનારા ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ ભડકાઉ નિવેદન કરી વિવાદ સજ્ર્યો છે. ગુજરાતમાં ૬ મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં ભાજપના એકતરફી વિજય બાદ તેમના નેતાના ઘમંડને ઉજાગર કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. આ વીડિયો ડિસા પાલિકાના વોર્ડ નંબર ૩ની સભાનો છે. જ્યાં ધારાસભ્ય શશીકાંત પંડ્યા જાહેર મંચથી વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યા છે. જેમાં તેઓ ભાજપ અને તેના કાર્યકર સામે કોઈ બોલશે તો તેની આંખ ચીરી નાખવામાં આવશે તેમ કહેતા જાેવા મળી રહ્યા છે.

ગત વર્ષે ૩ ઓક્ટોબરમાં ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં રોડના ખાત મુહૂર્ત કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા સાથે ગુજરાતી કલાકાર કિંજલ દવે ઉપસ્થિત રહી હતી. ડેડોલના ગ્રામજનોએ બંનેનું ઘોડા પર બેસાડી સ્વાગત કર્યું હતું. રોડના ખાત મુહૂર્તમાં ધારાસભ્ય સાથે આવેલી કિંજલને જાેવા જનમેદની ઉમટી પડી હતી. કિંજલ દવેને જાેવા આવેલા લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. સાથે જ કોરોનાનો ડર પણ ભૂલ્યા હતા. કોરોનાકાળમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતા લોકો દ્વારા આ ઘટનાને વખોડવામાં આવી હતી. જેને લઈ તેમની સામે ફરિયાદ પણ નોંધાઈ હતી. જ્યારે ઓક્ટોબર ૨૦૧૯માંડીસાના ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને કોર્ટે ૩ મહિનાની કેદની સજા અને પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યુડિશિયલ કોર્ટે પંડ્યાને ૨૦ વર્ષ જૂના ધમાલ અને તોડફોડના કેસમાં આ સજા ફટકારી હોવાની માહિતી મળી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution