મુંબઇ
દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશે ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની KWAN (ક્વાન)માંથી રિઝાઈન કરી દીધું છે. બોમ્બે ટાઈમ્સે તેના રિપોર્ટમાં એજન્સી સાથે જોડાયેલા સૂત્રોના હવાલે લખ્યું છે, 'કરિશ્મા હવે એજન્સી સાથે કામ નથી કરી રહી. 21 ઓક્ટોબરે તેણે રેઝિગ્નેશન મોકલી દીધું છે. દીપિકા પાદુકોણ અને અન્ય એક્ટર્સ સાથે તેના રિલેશન ક્વાન કંપનીના કર્મચારી તરીકે હતા. એટલે સ્વાભાવિક રીતે જ આ એસોસિએશન પૂરા કરી દેવામાં આવશે.'
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)નું સમન્સ મળ્યા પછીથી કરિશ્મા ગાયબ છે. સોમવારે NCBના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. અધિકારીના જણાવ્યા મુજબ, કરિશ્માને 27 ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવી હતી. આખો દિવસ તપાસ એજન્સીના અધિકારી તેની રાહ જોતા રહ્યા. પરંતુ તે આવી નહીં. તે ગાયબ છે માટે સમન્સ તેની માતા મિતાક્ષરા પુરોહિતના હાથમાં આપવામાં આવ્યું છે.
ગયા મંગળવારે તેના ઘરેથી 1.8 ગ્રામ પ્રતિબંધિત ડ્રગ્સ મળ્યા હતા. ત્યારબાદ NCBએ સમન્સ મોકલીને કરિશ્માને પૂછપરછ માટે બુધવારે બોલાવી હતી. આખો દિવસ તપાસ એજન્સીના અધિકારી તેની રાહ જોતા રહ્યા. પરંતુ તે આવી નહીં.
બે વખત સમન્સ મોકલ્યા છતાં કરિશ્મા જ્યારે હાજર ન થઇ તો ગુરુવારે NCBએ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સ (NDPS) એક્ટ હેઠળ તેની વિરુદ્ધ કેસ ફાઈલ કરી દીધો. ત્યારબાદ શનિવારે કરિશ્મા પ્રકાશ તરફથી ધરપકડથી બચવા માટે NDPS કોર્ટમાં એન્ટિસિપેટરી બેલ માટે યાચિકા ફાઈલ થઇ છે.