ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મમાં પ્રભાસ તથા દીપિકા પાદુકોણ પહેલી જ વાર સાથે જોવા મળશે. આ ફિલ્મને વિજયંતી મૂવીઝ પ્રોડ્યૂસ કરશે. હાલમાં આ ફિલ્મને ‘પ્રભાસ 21’ તરીકે જાહેર કરવામાં આવી છે.
પ્રભાસના કરિયરની આ 21મી ફિલ્મ છે અને તેથી જ ફિલ્મને ‘પ્રભાસ 21’ કહેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 66મા નેશનલ અવોર્ડમાં ‘મહાનટી’ને ત્રણ નેશનલ અવોર્ડ મળ્યા હતા. આ ફિલ્મને નાગ અશ્વિને ડિરેક્ટર કરી હતી.
ફિલ્મને બેસ્ટ તેલુગુ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ તથા બેસ્ટ કોસ્ચુયમ ડિઝાઈનર એમ ત્રણ અવોર્ડ મળ્યા હતા. નોંધનીય છે કે ‘પ્રભાસ 21’ ફિલ્મથી દીપિકા પાદુકોણ તેલુગુ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ તેલુગુ, હિંદી ઉપરાંત વિવિધ ભાષામાં બનશે. આ ફિલ્મ સાયન્સ-ફિક્શન પર આધારિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.