ફિલ્મ સ્ટાર દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાની મુંબઇ પોલીસ પુછતાછ કરે તેવી શક્યતા છે. રિપોર્ટસના અનુસાર મુંબઇ પોલીસ સોશિયલ મીડિયા પર ફર્જી ફોલોઅર્સના મામલે ફિલ્મ પુછતાછ કરે કેવી સંભાવના છે.મુંબઇ પોલીસ સોશિયલ મીડિયા પર ફર્જી ફોલોઅર્સ ઘોટાળાની તપાસ કરી રહી છે. આ મામલે દીપિકા અને પ્રિયંકા સાથે લગભગ ૧૭૫ હાઇ પ્રોફાઇલ લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટસની તપાસ અને પુછપરછ થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ મળીને દીપિકા પદુકોણના ૭૮ મિલીયનથી પણ વધુ ફોલોઅર્સ છે જ્યારે પ્રિયંકા ચોપરાના બન્ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ મળીને ૮૧ મીલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે.સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર મુંબઇ પોલીસ પૈસા આપીને અને નકલી ફોલોઅર્સ વધારવા માટેની તપાસ કરી રહી છે.
આ મામલા માટે ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર સેલની એક વિશેષ ટીમ બનાવામાં આવી છે.