દીપિકા પાદુકોણે તેના નવા કૅરૅક્ટર માટે તૈયારી કરવા યોગ શીખવાનું શરૂ કર્યું છે. એક સોર્સે જણાવ્યું હતું કે, 'શકુન બત્રાના ડિરેક્શનમાં બનનારી ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરતાં પહેલાં દીપિકાએ યોગ શીખવાનું શરૂ કર્યું છે. આ ફિલ્મ માટે તેની તૈયારીનો એ એક ભાગ છે.
જોકે, હજી સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, યોગની આ ટ્રેનિંગ તેને તેના કૅરૅક્ટર માટે કેવી રીતે મદદ કરશે. કેમ કે, હજી સુધી તેના કૅરૅક્ટર વિશે ખાસ માહિતી મળી શકી નથી.' ડિરેક્ટર શકુનની આ ફિલ્મમાં દીપિકાની સાથે અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી પણ છે. હજી સુધી આ ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.