ન્યૂયોર્ક:વિશ્વમાં હવે, એઆઇ ક્રાંતિ બાદ ડીપફેક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં ખાસ કરી બોલીવુડ સેલેબ્રિટી તેમજ નેતાઓના વીડિયો બની રહ્યા છે. તયારે હવે, દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેકનોલોજીનાં ક્ષેત્રમાં અગ્રણી ઈલોન મસ્કનો ડીપફેક વીડિયો વાયરલ થયો છે.
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્ક પણ બાકાત રહ્યા નથી. ઈલોન મસ્કનો એક ડીપફેક વીડિયો પણ હાલ ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. ઈલોન મસ્કનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ડીપફેક છે. વાયરલ વીડિયોમાં ઇલોન મસ્ક કહેતા દેખાય છે, આ દરેક માટે આશ્ચર્યજનક છે. હું ૨૦ મિલિયન ડોલરના ક્રિપ્ટો કોઇન ભેટ આપી રહ્યો છું જે ૧૩મી ડિસેમ્બરથી એક અઠવાડિયા સુધી ચાલશે.
વિડીયો બાબતે ડોગેઝિાઇનરે પુષ્ટિ કરી છે કે, વીડિયો ડીપફેક છે. યુઝર્સને ચેતવણી આપતાં લખ્યું્ છેકે, બ્રેકિંગ ઃ એલોન મસ્કનો એક ડીપ ફેક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ૨૦ મિલિયન ડોલરના ક્રિપ્ટો ગીવ અવેનો પ્રચાર થઇ રહ્યો છે. એલોન મસ્ક અને તેની કંપનીઓ કોઈ ગીવ અવે કરી રહી નથી.