મધ્યપ્રદેશ-
મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં રવિવારની સાંજે બે ભાઈઓ દીપડાના હુમલામાં બચી ગયા હતા. રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે બંને ભાઇઓ નેપાનગરથી કેક લઇને તેમના ગામ ગોરડિયા પરત ફરી રહ્યા હતા. રસ્તામાં અચાનક એક દીપડાએ તેમના પર હુમલો કર્યો. દીપડાના હુમલોથી બંને ભાઈઓ ગભરાઇ ગયા હતા. ત્યારે પાછળ બેઠેલા ભાઈને કંઇક ભાન થયું અને તેણે દીપડાને કેક વડે માર્યો.
આને કારણે કેકની ક્રીમ દીપડાના મોં પર આવી ગઈ. આમાં બંને ભાઈઓને સ્વસ્થ થવાનો મોકો મળ્યો. આ પછી બાઇક ચલાવતા ભાઈએ ઝડપથી બાઇક ચલાવી. દિપડાએ થોડા દૂર સુધી એમનો પીછો કર્યો સાથે અનેક વખત તેમના પર હુમલો કર્યો. પરંતુ આ પછી દીપડો પાછો ફર્યો. જે બાદ બંને ભાઈઓ ફિરોઝ અને સાબીર મન્સૂરીએ રાહતનો શ્વાસ લીધો. બંને ભાઈઓએ જણાવ્યું કે, દિપડો વારંવાર બાઇકને પાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
દીપડાએ 500 મીટર સુધી પીછો કર્યો
બંનેએ કહ્યું કે, બધું ખૂબ જ ઝડપથી થયું હતું. બાઇકની ગતિ વધુ હોવાથી બંને ભાઈઓ દીપડાના પંજામાંથી છટકી શક્યા હતા. કેક લાગ્યા પછી પણ દીપડાએ આશરે 500 મીટર સુધી તેમનો પીછો કર્યો. દીપડાએ ચાંદની નાળા નજીક ત્રણ રસ્તા પાસે અચાનક હુમલો કર્યો. તેમણે કહ્યું કે, સારા નસીબના કારણે તેમનો જીવ બચ્યો હતો.
આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રહે છે દિપડા
મળતી માહિતી મુજબ નેપાનાગરના આ વિસ્તારમાં દિપડાઓ મોટી સંખ્યામાં રહે છે. આ પહેલા પણ દિપડાઓ અનેક લોકો પર હુમલો કરી ચુક્યા છે. ઘણી વાર દિપડાઓ અહીંથી નીકળીને રહેણાંક વિસ્તારોમાં પણ જાય છે. વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચેતવણીના બોર્ડ પણ લગાવ્યા છે.