ર્નિણયો જિંદગીને આબાદ પણ કરી શકે ને બરબાદ પણ!

ધારો કે બે ફિલ્મોની ચર્ચા છે- એકનું નામ છે, ‘પુણ્ય કી પાઠશાળા’ ને બીજીનું નામ છે - ‘પાપ વિથ ગરમ મસાલા’ તમે પહેલાં કઈ ફિલ્મ જાેવા ઈચ્છશો?

એક જ સમયે બે ચેનલ પર બે જુદા-જુદા શો આવે છે. એકમાં પ્રેરણાત્મક વિચારધારાનું પ્રસારણ થાય છે ને બીજીમાં હલકા સ્તરની કોમેડી પીરસાય છે, ક્યાં જીવ ચોંટશે તમારો?

એક માણસ તમને એ કહેતો જાેવા-સાંભળવા મળશે કે દુનિયા કેટલી સારી છે, બીજાે માણસ દુનિયાની નિંદાનો ભંડાર ખોલતો મળશે, તમને ક્યા માણસનું સાંનિધ્ય પસંદ પડશે?

તમારા વસવાટ નજીક બે પ્રકારની પ્રવૃત્તિ થાય છે. એક–રાષ્ટ્રધર્મને લગતી પ્રવૃતિઓ અને બીજી બાજુ તન-મનને ગલગલિયા કરાવતી પ્રવૃત્તિઓ ચાલે છે. તમે પોતે કોના માટે સમય ફાળવશો? તમારા પરિવારમાં તાજેતરમાં બે ઘટના ઘટિત થઈ છે. એક ઘટના એવી છે જેમાં તમારા કોઈક પરિવારજને કાંઈક સિદ્ધિ-પ્રસિદ્ધિ હાંસિલ કરી છે, તમે કોલર ટાઈટ કરી શકો, એવું કામ કર્યું છે અને બીજા એક ફેમિલી મેમ્બરે ખાનદાનને કલંક લાગે તેવું કૃત્ય કર્યું છે. તમારા ઘર-પરિવારમાં ચર્ચાના ચકડોળે કઈ ઘટના ચઢશે? અંદરોઅંદર તમે કઈ ઘટનાની વધારે વાતો કરશો?

તમે જાણો છો કે એક માણસ સજ્જન છે, પણ પોતાની સજ્જનતા સિવાય તેના પાસે બીજી ઝાઝી મૂડી નથી. એક બીજાે માણસ છે તમને તેની સજ્જનતા વિશે શંકા છે પણ આ માણસ પાસે પદ છે,પૈસા છે,(કહેવાતી)પ્રતિષ્ઠા છે, તમને કોના ગુણગાન ગાવા ગમશે?

તમારી પાસે બે જણ આવે છે. એક, આમ આદમી છે પણ સાચો એ જ છે ને બીજાે ખોટો છે પણ તમારી મોજમજા પાછળ ખર્ચા કરી શકે છે. વખત આવ્યે તમે કોના પક્ષે ઊભા રહેશો?

એક માણસ બહુમુખી પ્રતિભાશાળીનો ધણી છે, તેના કાર્યો માટે તમારા મનમાં આદર છે. તમે ધારો તો તેને સાધન, સગવડ અને સંપત્તિથી સફળતાના શિખરે બેસાડી શકો છો. તમે ‘ગોડફાધર’ બનો તો તે માણસ દેશ-વિદેશમાં નામના મેળવી શકે છે. દેશનું મસ્તક ગર્વથી ઊંચું કરી શકે છે પણ તે પ્રતિભાશાળી માણસ તમારો ખાસ સગો નથી. બીજી બાજુ તમારો કોઈક સગો છે. પ્રતિભા, ગુણ, ક્ષમતા અને શક્તિમાં બધી જ રીતે પહેલાં વ્યક્તિથી ઉતરતો છે, તમારે બેમાંથી એકને ટેકો કરવાનો છે. એવામાં તમે ક્યા માણસ માટે આખી સપોર્ટ સિસ્ટમ ઊભી કરશો? તમારા રિર્સોસીસ કોના માટે તમે કામે લગાવશો?

તમને જાણ છે કે એક માણસ દંભ અને અહંકારને કારણે પુણ્યકાર્યો કરે છે. આમ, તેના નામનો ડંકો ચોતરફ વાગી રહ્યો છે. એક બીજી વ્યક્તિ છે, કોઈપણ જાતના ઉહાપોહ કર્યા વગર પોતાના સમય અને સ્થિતિ મુજબ લોક-કલ્યાણના કાર્યો કરે છે. તમારી ભરપૂર પ્રશંસાની હક્કદાર કઈ વ્યક્તિ બનશે? કોના માટે તમારો અવાજ વ્યક્ત થશે?

એક યુવતી અત્યંત ખૂબસૂરત નથી પણ સ્ત્રી-શક્તિથી ભરપૂર તો છે જ! બીજી એક યુવતી ખૂબ રૂપાળી છે પણ સ્ત્રી શક્તિ અને સ્ત્રીત્વમાં ઊણી ઉતરે એવી છે. એવામાં તમે રૂપને પ્રાધાન્ય આપશો કે ગુણને? તમારા સુખ, સંતોષ અને શાંતિ માટે બે વિકલ્પ છે. એક, તમારી જાતનું ઉધ્ર્વીકરણ અને તે માટે આત્મ-રૂપાંતરણ અને બીજાે ઓપ્શન છે, જાતને નહીં પણ જગતને તમારી ઈચ્છા મુજબ બદલાવની કોશિશ. તમે તમારા માટે ક્યો વિકલ્પ પસંદ કરો છો?

એક માણસ એવો જેના પર તમે ઘણાં ઉપકાર કર્યા છે, પણ તે માણસ કોઈ રીતે તમારા ઉપકારનો બદલો ચૂકવી શક્યો નથી પણ એ છે નખશીખ સજ્જન એવામાં તમે તેને વગોવશો કે વખાણશો? તમારે માટે પરોપકાર સોદાગીરી છે કે તમારા સ્વભાવની લાક્ષણિકતા?!

જીવનના કેટલાક એવા કેટલાક સચોટ સવાલો છે જે માણસના ચારિત્ર્ય વિશે અંગુલી નિર્દેશ કરે છે. આપણા સ્વભાવને શું રૂચે છે, જચે છે, ગમે છે તે દર્શાવે છે કે માણસાઈની એકડે એકથી માંડીને એક સો શિખર સુધીની રેન્જમાં આપણું સ્થાન ક્યાં આવે છે? આવા સવાલોના જવાબો કોઈ બીજાએ નહીં આપણે આપણી જાતને રોજબરોજ આપવાના હોય છે, એ જવાબને આધારે આપણે ર્નિણયો લઈએ છીએ અને તે મુજબ એક્શન લઈએ છીએ. જે-તે કર્મ અને વિચારણા વખત જતા આદત બને છે. એ આદતો મૂલ્ય નિર્ધારણ કરે છે ને એ જ છેવટે ભવિષ્ય નિર્ધારિત કરે છે. ર્નિણયો એ વાદળ છે ને કર્મ એ વરસાદ.

વ્યક્તિત્વનું નિર્માણ એક દિવસનો ખેલ નથી જીવનભર ચાલતી પ્રક્રિયા છે. સ્મશાન કે કબ્રસ્તાનમાં પહોચ્યા પહેલાં સુધી જિંદગી ર્નિણયોને આધારે ચાલે છે. એવામાં આપણી પાસે સમય અને સંપત્તિનો સદ્દઉપયોગ કરવા માટેનો વિવેક છે કે તેને બરબાદ કરવાની દુબુર્દ્ધિ...? ર્નિણય કરવાની જવાબદારી લેવામાં શાણપણ છે, હા નિષ્ણાતોના અભિપ્રાય અસરકારક હોઈ શકે છે.

સામાન્ય સંજાેગોમાં કે કટોકટી વખતે લીધેલ એક સાચો કે ખોટો ર્નિણય જિંદગીની દિશા બદલી શકે છે એટલે દરેક ર્નિણય અત્યંત જવાબદારીપૂર્વક લેવાવો જાેઈએ.

ઠ- ફેક્ટર

એક માણસ વિચારે છે કે તે કરી શકે છે, એક વિચારે છે કે તે નથી કરી શકતો. બંને સાચા છે.

- રાલ્ફ વાલ્ડો ઈમર્સન(૧૮૦૩-૧૮૮૨, અમેરિકી સાહિત્યકાર અને દાર્શનિક)

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution