લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સની હાલની સિસ્ટમમાં સુધારો કરવાનો ર્નિણય


સામાન્ય બજેટ ૨૦૨૪માં નાણામંત્રી ર્નિમલા સીતારમણે ટેક્સ સંબંધિત ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઈન્ડેક્સેશનના લાભને દૂર કરવાનો એક મોટો ફેરફાર હતો. તેમજ બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ૨૦% થી ઘટાડીને ૧૨.૫% કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેમાં સુધારો કરવા વિચારણા ચાલી રહી છે.

ઘર ખરીદનારાઓને મોટી રાહત આપતા, કેન્દ્રની મોદી સરકારે મંગળવારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (ન્‌ઝ્રય્)ની હાલની સિસ્ટમમાં સુધારો કરવાનો ર્નિણય લીધો છે. માહિતી અનુસાર, આ ફેરફાર પછી, કરદાતાઓને ૨૩ જુલાઈ, ૨૦૨૪ પહેલાં હસ્તગત કરેલી મિલકતો પર લિસ્ટિંગ સાથે ૧૨.૫ ટકા (લિસ્ટિંગ વગરની પ્રોપર્ટી પર) અથવા ૨૦ ટકાના ઊંચા દર વચ્ચેનો ટેક્સ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે. સરકાર આ પ્રસ્તાવ પર વિચાર-મંથન કરી રહી છે, જેનો અમલ ટૂંક સમયમાં થઈ શકે છે.

આ સુધારા બાદ કરદાતાઓને સ્થાવર મિલકતો પરના આર્થિક નફા પર ટેક્સમાં રાહત મળશે. આ ફેરફાર ફાઇનાન્સ બિલ ૨૦૨૪માં સુધારા દ્વારા કરવામાં આવ્યો છે. હકીકતમાં, સામાન્ય બજેટ ૨૦૨૪ માં નાણામંત્રી ર્નિમલા સીતારમણે ટેક્સ સંબંધિત ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઈન્ડેક્સેશનના લાભને દૂર કરવાનો એક મોટો ફેરફાર હતો. તેમજ બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ૨૦% થી ઘટાડીને ૧૨.૫% કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેમાં સુધારો કરવા વિચારણા ચાલી રહી છે.

બજેટ ૨૦૨૪માં સરકારે પ્રોપર્ટીના વેચાણ પર ટેક્સના નિયમોમાં મોટા ફેરફારની વાત કરી હતી. જે બાદ વિવાદ વધ્યો હતો. સરકારે લોંગ ટર્મ પ્રોપર્ટી સેલ પર ન્‌ઝ્રય્ ટેક્સ ઘટાડીને ૧૨.૫ ટકા કર્યો હતો. પરંતુ તેના પર ઉપલબ્ધ ઇન્ડેક્સેશન લાભ પણ દૂર કરવામાં આવ્યો હતો. બાદમાં સરકારે સ્પષ્ટતા કરી છે કે કઈ પ્રોપર્ટી પર ઈન્ડેક્સેશન લાગુ થશે અને કઈ પ્રોપર્ટી પર નહીં? નાણામંત્રી ર્નિમલા સીતારમણે બજેટના ભાષણમાં એક સ્ટાન્ડર્ડ લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સનું એલાન કર્યુ હતુ. પહેલા ઘણી ફાઇનાન્સિયલ અને નોન ફાઇનાન્સિયલ પ્રોપર્ટીઝ પર અલગ અલગ ન્‌ઝ્રય્ રેટ્‌સ લાગુ પડતા હતા. જેવી રીતે એક વર્ષથી વધારે સમય સુધી રાખેલ શેરને વેચવા પર ન્‌ઝ્રય્ ટેક્સ લાગે છે. જ્યારે રિયલ એસ્ટેટ અને સોના જેવા નોન ફાઇનાન્શિયલ પ્રોપર્ટીને વેચવા પર ૨૦ ટકા ટેક્સ લગાડવામાં આવે છે. બજેટમાં સરકારે કોઈપણ પ્રકારની પ્રોપર્ટીના વેચાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન (ન્‌ઝ્રય્) ટેક્સમાં ઘટાડો કર્યો હતો. આનો અર્થ એ થયો કે તમે શેર વેચો કે કોઈ પ્રોપર્ટી વેચો, તમારે ૧૨.૫ ટકાનો લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. જાે કે, સરકારે પ્રોપર્ટી વેચવા પર મળેલ ઈન્ડેક્સેશન હટાવી દીધું હતું. આ પછી સરકારે કહ્યું કે આ ફેરફાર ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માટે કરવામાં આવ્યો છે.ઇન્ડેક્સેશન સમયાંતરે ફુગાવા માટે મિલકતની ખરીદ કિંમતને સમાયોજિત કરે છે, જેનો ઉપયોગ મૂડી લાભની ગણતરી કરવા માટે થાય છે. આધાર વર્ષ (૨૦૦૧-૨૦૦૨)ની તુલનામાં ભાવમાં ફેરફારને માપવા માટે સરકાર દર વર્ષે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ (ઝ્રૈંૈં) બહાર પાડે છે. આ આધારે ગણતરી કરીને ઇન્ડેક્સેશન કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution