ઑક્સિજનના અભાવમાં દર્દીઓના મોત નરસંહાર સમાન: અલ્હાબાદ હાઇકોર્ટ

અલ્હાબાદ-

કોરોના સંકટની વચ્ચે ઑક્સિજનની તંગીને લઇને અલ્હાબાદ હાઈકોર્ટે સખ્ત ટિપ્પણી કરી છે. કોવિડના વધતા સંક્રમણને લઇને જનહિત અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે હૉસ્પિટલોમાં ઑક્સિજન પૂરુ ના પાડવા અને આનાથી થઈ રહેલી મોતોને નરસંહાર જેવી ગણાવી છે. કૉર્ટે કહ્યું કે, હૉસ્પિટલોમાં ઑક્સિજન પૂરુ ના થવાથી કોવિડ દર્દીઓના મોત ગુનાખોરીના કૃત્ય જેવું છે. કોવિડ દર્દીઓના મોત તેમના માટે કોઈ નરસંહારથી ઓછા નથી જેમને લિક્વિડ મેડિકલ ઑક્સિજનનો પૂરવઠો પૂરો પાડવાનું કામ સોંપવામાં આવ્યું છે.

જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ અજીત કુમારની ડિવિઝન બેંચે કેસની સુનાવણી દરમિયાન આ સખ્ત ટિપ્પણી કરી. આ દરમિયાન સ્ટેટ ઇલેક્શન કમિશન તરફથી સોગંદનામું દાખલ કરવામાં આવ્યું. આ ઉપરાંત ૯ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ તરફથી કોવિડને લઇને અદાલતમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો. એડિશનલ એડવોકેટ જનરલ મનીષ ગોયલે કૉર્ટ પાસે ૨ દિવસનો સમય માંગ્યો. ૨૭ એપ્રિલના ગત સુનાવણીના આદેશના પાલન માટે સમય માંગ્યો છે.

સુનાવણી દરમિયાન રાજ્ય સરકારના કોવિડને લઇને ઉઠાવવામાં પગલાં અને ચિંતાથી પણ માહિતગાર કરાવ્યા. રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે, પ્રદેશમાં ૧૭૬૧૪ આઇસોલેશન બેડ અને ૫૫૧૦ આઈસીયૂ તેમજ એસડીયૂ બેડ અલગ-અલગ હૉસ્પિટલોમાં ઉપલબ્ધ છે. સરકારે કૉર્ટને ૨ દિવસ વધારવામાં આવ્યા અને વીકેન્ડ કરફ્યૂની પણ જાણકારી આપી. આ દરમિયાન હાઈકોર્ટે બાર એસોસિએશનના અધ્યક્ષ સીનિયર એડવોકેટ અમરેન્દ્ર નાથ સિંહે કૉર્ટ પાસે માંગણી કરી કે કોરોનાના સંક્રમણની ચેન તોડવા માટે લોકડાઉન જ અંતિમ વિકલ્પ છે. યૂપી પંચાયત ચૂંટણી દરમિયાન નિયમોના ઉલ્લંઘનને લઇને હાઈકોર્ટે ઇલેક્શન કમિશનથી આગામી સુનાવણી પર કાઉન્ટિંગનનું સીસીટીવી ફૂટેજ માંગ્યો છે. કૉર્ટે પેન ડ્રાઇવમાં આગામી સુનાવણી પર કાઉન્ટિંગ એરિયા અને સેન્ટર બંનેના ફૂટેજ માંગ્યા છે. કૉર્ટે લખનૌ, પ્રયાગરાજ, વારાણસી, ગોરખપુર, ગાઝિયાબાદ, મેરઠ, ગૌતમ બુદ્ધ નગર અને આગરા જિલ્લાની ફૂટેજ માંગી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution