વડોદરા : વડોદરા મ્યુનિ. કોર્પોરેશનનું આરોગ્ય ખાતું કોરોનાની સ્થિતિ કાબુમાં હોવાનો દાવો કરી રહ્યું છે. તો બીજી તરફ વડોદરા શહેરમાં કોરોનાની સ્થિતિ ચિંતા જનક હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. આરોગ્ય વિભાગ કોરોના સંક્રમિત લોકોના સાંચા આંકડા જ નહીં પરંતુ પોતાને ભેટનારાઓની સાચી સંખ્યા પણ છુપાવી હોવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોંકાવનારી વિગત તો એ છે કે, અત્યાર સુધી બિનસત્તાવાર વડોદરા શહેરમાં એક હજારથી વદુ વ્યક્તિઓને કોરોના ભરખી ગયો છે પરંતુ મ્યુનિ.કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગના ચોપડે માત્ર ૨૧૯ વ્યક્તિઓના જ સત્તાવાર મોત દર્શાવવામાં આવી રહ્યા છે. આજે પણ વિતેલા ચોવિસ કલાક દરમિયાન સયાજી હોસ્પિટલના નર્સ્િંાગ સ્ટાફના વધુ એક સ્ટાફ બ્રધર સહિત ૮ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોતને ભેટ્યા છે.
જ્યારે આજે ૧૦૬ કોરોના પોઝિટિવ કેસો નોંધાતા કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાય રહ્યો છે. જેથી આ સાથે કુલ દર્દીઓની સંખ્યા ૧૭,૩૫૫ થઇ હતી. તેની સામે આજે ૧૧૫ દર્દીઓને હાલમાં સુધારો આવતાં અને સાજા થયેલાઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. જેથી ડિસ્ચાર્જ દર્દીઓની કુલ સંખ્યા ૧૬ હજાર નજીક ૧૫,૯૭૯ પહોંચી હતી. આજે ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓમાં ૩ દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી ૮ દર્દીઓ ખાનગી હોસ્પિટલ તથા ૧૦૪ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રજા આપવામાં આવી હતી.
હાલ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ૧૧૫૭ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જેમાં ૧૩૭ દર્દીઓ ઓક્સીજન, ૬૫ દર્દીઓ વેન્ટીલેટર ઉપર, ૯૨૫ દર્દીઓની તબિયત સુધારા ઉપર હોવાનું તબિબ સુત્રોએ જણાવ્યું હતું. તો બીજી તરફ આજે કોરોના વોરીયર સયાજી હોસ્પિટલના નર્સ્િંાગ સ્ટાફના વધુ એક ૪૫ વર્ષિય સ્ટાફ બ્રધર નિકુંજ પટેલનું શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે કરજણ ખેતીવાડી ઉત્પાદન સમિતિના નિવૃત્ત ૭૯ વર્ષિય કર્મચારીનું સયાજી હોસ્પિટલમાં કોરોનામાં મોત નિપજ્યું હતું. આ સાથે આઠ દર્દીઓના મોત નિપજ્યા હતાં. ડેથ ઓડિટ કમિટીએ આજે સત્તાવાર વધુ એક જ વ્યક્તિનું મોત ડિકલેર કરતાં મૃત્યું આંક ૨૧૯ થયો હતો.
આરોગ્યની અલગ અલગ ટીમોએ શહેર જિલ્લામાં અલગ અલગ વિસ્તારો અને ગામો ફરી ૩,૬૯૮ વ્યક્તિઓના કોરોના શંકાસ્પદ લક્ષણો ધરાવતાં સેમ્પલો લેવામાં આવ્યા હતાં. જેમાં ૩૫૯૨ નેગેટીવ આવ્યા હતાં. જેમાં વડોદરા રૂરલમાં સૌથી વધુ ૪૦, ઉત્તર ઝોનમાં ૧૮, પશ્ચિમ ઝોનમાં ૧૮, દક્ષિણ ઝોનમાં ૧૬ તથા પૂર્વ ઝોનમાં ૧૪ કેસો નોંધાયા હતાં. આ તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
વડોદરા રેલ વિભાગમાં ૫૦ કર્મચારી અને પરિવારજનો કોરોનાથી સંક્રમિત થયા
વડોદરા, તા.૨૪
વડોદરા રેલવે વિભાગમા રેલવેના ક્રમચારીઓ અને તેમના પરિવારજનોના રેપીડ તેમજ આર્ટીફીશીયલ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં ૧૯૦ જેટલી કર્મચારીઓ અને પરિવારજનો સંક્રમિત થયાની વાતને લઇને દોડધામ મચી હતી. જાેકે રેલવેતંત્ર દ્વારા આ અંગે જણાવ્યું હતું કે, રેપિડ અને આર્ટીફીશીયલ ટેસ્ટમાં ૫૦ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ જણાયા હતાં.
વડોદરા રેલવેતંત્ર દ્વારા પ્રતાપનગર રેલ હોસ્પિટલના વિશેષ કોવીડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. ડી.આર.એમ. ઓફિસમા એક સાથે કર્મચારીઓ કામ કરતા હોઇ તેમજ કેટલાક કર્મચારીઓ સંક્રમિત જણાતા તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાવવા માટે પાલિકાતંત્ર પાસે કીટની માગણી કરાઇ હતી. જાેકે રેલવે તંત્ર દ્વારા ૩૫૦ જેટલા આરટી પીસીઆર અને ૪૦૦ જેટલા રેપિડ ટેસ્ટ કરાયા હતાં. જેમાં બંને મળી ૧૯૦ સંક્રમિત જણાતા કેટલાકને પ્રતાપનગર રેલવે હોસ્પિટલમાં સારવાર તેમજ કેટલાકને હોમ ક્વોરેન્ટાઇન કરાયાની વાતને લઇ દોડધામ મચી હતી. જાેકે વડોદરા રેલ ડિવિઝનના પી.આર.ઓ ખેમરાજ મીણાએ જણાવ્યું હતું કે, ઓગસ્ટથી અત્યાર સુધી રેલ કર્મીઓ અને તેમના પરિવારજનોના રેપીડ અને આર્ટીફિશીયલ મળીને ૪૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી ૫૦ વ્યક્તિ પોઝિટિવ જણાઇ આવ્યા છે.