અમિત નગર અને દુમાડથી રોજે રોજ દોડતી મોતની અર્ટિગા ભરણું મહિને રૂ.૩૦૦૦!

વડોદરા, તા. ૧૭

વડોદરાથી અમદાવાદ જતી અર્ટિગા કારને નડિયાદ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં ૧૦ વ્યક્તિના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, આ અકસ્માતનો ગુનેગાર કોણ? વડોદરાથી અમદાવાદ સીટીએમ વચ્ચે ચાલતી શટલ સવારીઓ અને તેને પ્રોત્સાહન આપતા વ્યક્તિઓ જ આના ગુનેગાર છે. વડોદરા અમદાવાદ વચ્ચે ચાલતા શટલ વાહનો જ હવે શબવાહિની બની ગયા છે. જેની માટે એક તરફનું ભરણ મહિને રૂ. ૩૦૦૦ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે શટલ વાહનોનો પ્રોત્સાહન આપતા અધિકારીઓ એક વાહનના મહિને રૂ. ૩૦૦૦ માટે અનેક લોકોના જીવ જાેખમમાં મૂકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાથી અમદાવાદ શટલ ફેરા કરતી ઇકો અને અર્ટિગા કારનો એક ચોક્કસ વ્યક્તિ દ્વારા વહીવટ કરવામાં આવે છે. જે વહીવટમાં એક કારણ મહિને રૂ. ૩૦૦૦ વડોદરા અને રૂ. ૩૦૦૦ અમદાવાદમાં હપ્તો ભરવાનો હોય છે. તો બીજી તરફ વાહન ચાલકો દ્વારા ઇકો કારમાં રૂ. ૧૨૦ અને અર્ટિગા કારમાં રૂ. ૧૫૦નું ભાડું એક વ્યક્તિ પાસે લેવામાં આવે છે. એટલું જ નહીં કાર ખાસ શટલ મારવા માટે જ ખરીદવામાં આવે છે. જેથી વધારેમાં વધારે કમાણી થાય તે માટે ડ્રાઈવરને વધુમાં વધુ ફેરા મારવાના હોય છે. બે શિફ્ટમાં ડ્રાઈવર નોકરી પર રાખવામાં આવે છે. વધારેમાં વધારે ફેરા મારવાના લ્હાયમાં કારના ચાલકો દ્વારા મુસાફરોનો જીવ જાેખમમાં મુખવામાં આવે છે. જાેકે, આ કારના ચાલકો એક ચોક્કસ વ્યક્તિ સાથે સેટિંગ કરીને વાહન અમિત નગર સર્કલ, સમા સર્કલ અને હાઇ-વે પર દુમાડ ચોકડી ઉભા રાખી ત્યાં જ મુસાફરોને બેસાડતા હોય છે. તેમને અટકાવવાની જવાબદારી પોલીસ વિભાગની અને આરટીઓની બને છે. પરંતુ મહિને એક કારના રૂ. ૩૦૦૦ના હપ્તા માટે પોલીસ દ્વારા પણ તેમની સામે કોઈ જ કાયર્વાહી કરવામાં આવતી નથી. એટલું જ નહીં આ હપ્તા રાજના કારણે રોજબરોજ વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી વડોદરા અપડાઉન કરતા લોકોના જીવ જાેખમમાં મુકાય છે.

દુર્ઘટનામાં ગુનેગાર કોણ અને કેમ?

• હરણી પોલીસ સ્ટેશન ઃ વડોદરાથી અમદાવાદ જતા શટલ વાહનો જે વિસ્તારમાંથી ગેરકાયદે મુસાફરોને બેસાડે છે તે વિસ્તાર હરણી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. ત્યારે તેમને અટકાવવાની જવાબદારી હરણી પોલીસની હોય છે. પરંતુ હરણી પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

• સમા પોલીસ સ્ટેશન ઃ વડોદરા અમદાવાદ વચ્ચે ગેરકાયદે મુસાફરોનું વહન કરતા શટલ વાહનો જ્યાંથી ઉપડે છે તે વિસ્તારો સમા પોલીસ સ્ટેશનની હદમાં પણ આવે છે. ત્યારે તેમની સામે કાયર્વાહી કરવાની જવાબદાર સમા પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા અધિકારીઓ અને કમર્ચારીઓની પણ બને છે.

• શહેર ટ્રાફિક પોલીસ ઃ સીટ બેલ્ટ પહેર્યા ન હોય, હેલ્મેટ ન પહેર્યું હોય, રેડ લાઇટમાં લાઈનની બહાર ઉભા રહેલા વાહન ચાલકોને દંડ કરવામાં પાવરધા ટ્રાફિક પોલીસના જવાનોને અમિત નગર સર્કલ, સમા સર્કલ પર મુસાફરોની ગેરકાયદે હેરાફેરી કરતા વાહન ચાલકો દેખાતા નથી. તેમની સામે કાયર્વાહી કરવાની જવાબદારી ટ્રાફિક પોલીસની પણ બને છે.

• તાલુકા પોલીસ સ્ટેશન ઃ વાહનની ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડી વડોદરાથી અમદાવાદ શટલ મારતા વાહન ચાલકો તાલુકા પોલીસની હદમાંથી જ પસાર થાય છે. ત્યારે તેમની સામે કાયર્વાહી કરવાની જવાબદારીમાંથી તાલુકા પોલીસ પણ ચુકી છે.

• તાલુકા ટ્રાફિક પોલીસ ઃ હાઇ-વે પર ટ્રાફિકનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટે કોઈની પરવાનગી લેવી પડતી નથી. પરંતુ હાઈ-વે પરથી પસાર થતા ગેરકાયદે મુસાફરોનું વહન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની જવાબદારીમાં ચૂક કરી છે.

• હાઇવે ટ્રાફિક પોલીસ ઃ એક્સપ્રેસ વે પર સતત હાઇવે ટ્રાફિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. એટલું જ નહીં ગેરકાયદે એક્સપ્રેસ વે પર ફરતા અથવા તો રેસ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે. પરંતુ વડોદરા - અમદાવાદ શટલ મારતા વાહન ચાલકો સામે કાયર્વાહી કરવામાં આવતી નથી.

હરણી પોલીસ સ્ટેશનના

પીઆઇ શું કરે છે?

હરણી પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ગેરકાયદે વહીવટ સામે પીઆઇ સી.બી. ટંડેલ આંખ આડાકાન કરતા હોય તેમ તેમના જ વિસ્તારમાં ઘટનાઓ બની રહી છે. હરણી પોલીસ સ્ટેશનની સામે જ હરણી લેક ઝોનમાં ચાલી રહેલા ગેરકાયદે વહીવટના કારણે ૧૨ બાળકો અને બે શિક્ષિકાના મોત થયા હતા. ત્યારે હવે, એક્સપ્રેસ વે પર અકસ્માતના તાર પણ હરણી પોલીસ સ્ટેશન સાથે જાેડાયેલા છે. અકસ્માતમાં અમદાવાદના કાર માલિકની કાર હરણી પોલીસ સ્ટેશની હદમાંથી જ ગેરકાયદે મુસાફરોને લઈને ઉપડી હતી. ત્યારે પીઆઈ સી. બી. ટંડેલ સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

રાજસ્થાન અને ગૌપાલક સમાજનો દબદબો

વડોદરા અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ હાઇવે પર ચાલતાં ગેરકાયદે શટલ વ્યવસાયમાં ગૌપાલકોનો મોટો વહીવટ છે. જેમાં પણ ખાસ કરી અમિત નગર સર્કલ પર રીક્ષા પાર્ક કરી પોલીસની આગતા સ્વાગત કરતા રીક્ષા ચાલકો પૈકીના જ કેટલાક જગમાલ ઈશારે કામ કરે છે. તે ઉપરાંત આ કારના ચાલકોમાં પણ ગૌપાલક સમાજ અને રાજસ્થાનના એક સમાજનું વર્ચસ્વ છે. તે સિવાય અન્ય કોઈ વ્યક્તિ દબદબો જમાવવાનો પ્રયાસ કરે તો તેને માર મારવા અને હત્યાની ધમકી પણ આપવામાં આવતી હોવાની ઘટના ભૂતકાળમાં બની છે.

પોલીસ અધિકારીઓ-કર્મચારીઓની પણ ગાડીઓ

વડોદરામાં પોલીસની મૂડીનો વહીવટ કરતો જગમાલ ઉર્ફે મૂડી ખાસ ડ્રાઈવર રાખી વાહનો ચલાવી રહ્યાની માહિતી મળી રહી છે. જેમાં શહેરના હરણી, સમા અને કારેલબાગ પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિક શાખામાં આ વિસ્તારમાં ફરજ બજાવી ચૂકેલા અથવા હાલમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના વાહનોનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વાહનની ખરીદી કરી મૂડીને સોંપી દેવામાં આવે છે. જે બાદ તેનો વહીવટ નક્કી થયાં મુજબ કારના માલિક પોલીસ અધિકારીને કર્મચારી સુધી સમયાંતરે પહોંચી જાય છે.

એક્સપ્રેસ વે પર ભારદારી વાહનોની સંખ્યા વધી

અમદાવાદ કે તેનાથી આગળ જવા માટે અથવા તે તરફથી વડોદરા કે ભરૂચ તરફ આવવા માટે નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે બન્નેનો ઉપયોગ થઇ શકે તેમ છે. પહેલા ભારદારી વાહનો માત્ર નેશનલ હાઈવેનો જ ઉપયોગ કરતા હતા. પરંતુ નેશનલ હાઇવે નવો બન્યા હતા તેના પર ટોલ લેવાની શરૂઆત કરાઈ હતી. જે ટોલ એક્સપ્રેસ વેના ટોલ કરતા પણ વધારે છે. જેથી હવે, ભારદારી વાહનો ટોલ બચાવવા માટે તેમજ સમય બચાવવા માટે નેશનલ હાઇવે નહીં પરંતુ એક્સપ્રેસ વેનો ઉપયોગ વધારે કરે છે. જેના કારણે અકસ્માતની સંખ્યા પણ વધી છે.

પોલીસ માટે ‘મૂડી’ ઉઘરાવતો જગમાલ મૂડી કોણ?

વડોદરા-અમદાવાદ વચ્ચે શટલ મારતા વાહન ચાલકો પાસેથી મહિને રૂ. ૩૦૦૦નો હપ્તો લેવામાં આવે છે. જે હપ્તો હરણી - સમા પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા, તાલુકા પોલીસ અને તાલુકા ટ્રાફિક સુધી પહોંચાડવાની જવાબદારી એક વ્યક્તિ દ્વારા નિભાવવામાં આવે છે. શરીર પર સોનાની દુકાન જેટલા ઘરેણાં પહેરી ફરતા જગમાલ ઉર્ફે મૂડી પોલીસ અને વાહન ચાલકો વચ્ચેનો બ્રિજ છે. જે મૂડી ઉઘરાવી જુદા જુદા વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સુધી પહોંચાડે છે.

અમદાવાદ પોલીસને પણ ભરણ ચૂકવાય છે?

વડોદરાથી અમદાવાદ વચ્ચે ચાલતા શટલ વાહનો માટે અમદાવાદ સીટીએમ ખાતે ખાસ સ્ટોપેજ બનાવવામાં આવ્યું છે. જ્યાં પોલીસ પોઇન્ટ પણ મુકવામાં આવ્યો છે. અમદાવાદ હોય કે વડોદરા ભરણ આપતા વાહનો સિવાય અન્ય કોઈ વાહન ચાલક ત્યાં ઉભા રહે તો તેમને ભગાડવામાં આવે છે અથવા તો દંડ કરાવમાં આવે છે. વડોદરાની જેમ અમદાવાદમાં પણ એક વાહનના મહિને રૂ. ૩૦૦૦ ભરણ લેવામાં આવતું હોવાનું જાણવા મળે છે.

પોલીસના જવાબદેહી અધિકારીઓ જવાબ આપતાં કેમ ગભરાય છે?

વડોદરાથી ક્ષમતા કરતા વધારે મુસાફરો ભરીને જતી શટલ અર્ટિગાને નડિયાદ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ૧૦ વ્યક્તિના મોત થયા હોવાનું જાણવા મળે છે. ત્યારે ગેરકાયદે મુસાફરોને લઈને જતા અર્ટિગા અને ઇકોના વાહન ચાલકો સામે પગલાં કેમ લેવાતા નથી? તે પ્રશ્નનો જવાબ આપવામાં અધિકારીઓ દ્વારા શોભાયાત્રાના બહાના કાઢવામાં આવી રહ્યા છે. પોલીસના જવાબદેહી અધિકારીઓને ફોન કરીએ તો તેઓ દ્વારા પ્રશ્ન સાંભળ્યા બાદ શોભાયાત્રામાં અવાજ વધારે છે સંભળાતું નથી તેવા બહાના બતાવી જવાબ આપવાનું ટાળવામાં આવી રહ્યું છે.

શહેરના ટ્રાફિક ડીસીપીને જવાબ આપવામાં ઘોંઘાટ નડ્યો!

એક્સપ્રેસ વે પર બનેલી અકસ્માતની ઘટનાના તાર વડોદરા ટ્રાફિક શાખાની કામગીરી સાથે જાેડાયેલા છે. ત્યારે આ બાબતે ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકસત્તા જનસત્તા દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કે, અમિત નગર સર્કલથી મુસાફરોનું ગેરકાયદે વહન કરતા વાહન ચાલકો સામે કોઈ કાયર્વાહી કેમ થતી નથી. સવાલ સાંભળ્યા બાદ તેમનો જવાબ હતો - રામનવમીની શોભાયાત્રામાં છું, ઘોંેઘાટ થઇ રહ્યો હોવાનું બહાનું બતાવી જવાબ આપવાનું ટાળ્યું હતું.

અર્ટિગા અને ઈકોમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેસાડાય છે

વડોદરાથી મુસાફરો ભરી અમદાવાદ લઇ જતા શટલ વાહન ચાલકો મોટા ભાગે ઇકો અને અર્ટિગા કારનો જ ઉપયોગ કરે છે. ઈકોમાં ડ્રાઈવર સાથે નવ વ્યક્તિ, અર્ટિગામાં ડ્રાઈવર સાથે સાત વ્યક્તિને બેસાડવાની આરટીઓ દ્વારા મંજૂરી છે. તેમ છતાં ડ્રાઈવર ઉપરાંત ઇકો કારમાં ૧૦થી ૧૧ વ્યક્તિ જયારે અર્ટિગા કારમાં ડ્રાઈવર ઉપરાંત ૧૦ વ્યક્તિ બેસાડવામાં આવે છે. જેની સામે શહેર-તાલુકા અને હાઇવે ટ્રાફિક પોલીસ મૌન રહે છે.

ઇ્‌ર્ંએ હાથ ખંખેરી લીધા!

વડોદરાના આરટીઓ જીગર પટેલે જણાવ્યું હતંુ કે, અર્ટિગામાં ૭ જણ બેસી શકે છે. પ્રાઈવેટ પાસિંગમાં વધુ પેસેન્જર બેસાડીને તેનો કમર્શિયલ ઉપયોગ કરતા હોય તેવાં સામે સમયાંતરે ચેકિંગ કરીને કાર્યવાહી કરવામાં આવે છે. જાેકે, આજે એક્સપ્રેસ વે પર ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડીને જતી પ્રાઈવેટ પાસિંગની ગાડીને અકસ્માત થતાં ૧૦ વ્યક્તિના મોત નીપજ્યાં હતાં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution