ન્યૂ દિલ્હી
પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય પત્રકાર ડેનિશ સિદ્દીકીની કંદહારમાં હત્યા કરવામાં આવી હતી. શુક્રવારે અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મમુદેએ તેના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે. જ્યારે ડેનિશની હત્યા કરવામાં આવી ત્યારે તે સ્પિન બોલ્ડાક જિલ્લામાં હતો. હત્યા કોણે કરાઈ અને કેમ તેની માહિતી હજુ સુધી મળી નથી.
ફરીદ મમુદેએ એક ટ્વિટમાં લખ્યું છે કંદહારમાં ગુરુવારે રાત્રે મિત્ર ડેનિશની હત્યા કરવામાં આવી હતી. હું આ ઘટનાથી ખૂબ જ દુખી છું. ભારતીય પત્રકાર અને પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા ડેનિશ સુરક્ષા દળો સાથે હતા. હું તેની સાથે 2 અઠવાડિયા પહેલા મળ્યો હતો, ત્યારબાદ તે કાબુલ જવાનો હતો. મારી સહાનુભૂતિ તેના પરિવાર સાથે છે.
અહેવાલો અનુસાર, ડેનિશે તાજેતરમાં અફઘાનિસ્તાનના વિશેષ દળોના મિશન અંગે અહેવાલ આપ્યો હતો. આ મિશન દરમિયાન અફઘાન દળ એક પોલીસ કર્મચારીને બચાવતી હતી જે તેના સાથીઓથી છૂટા થઈ ગયો હતો અને તાલિબાન સાથે લડતો રહ્યો હતો. ડેનિશના આ અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે તાલિબાનોએ રોકેટથી અફઘાન સૈન્યના કાફલા પર હુમલો કર્યો હતો.