ખતરો કે ખેલાડી-મેડ ઇન ઇન્ડિયા: એક્ટ્રેસ નિયા શર્મા બની વિનર

મુંબઇ-

ટેલિવિઝનનો સૌથી ખતરનાક અને સ્ટન્ટથી ભરેલો રોહિત શેટ્ટીનો ફિયર ફેક્ટર શો ખતરો કે ખિલાડી-મેડ ઈન ઈન્ડિયામાં આ વખતના શોની વિનર નિયા શર્મા રહી છે. કોરોના વાઈરસના લીધે આ શો પહેલીવાર મુંબઈમાં શૂટ કરવામાં આવ્યો છે. છેલ્લા સીઝનના સ્પર્ધકોએ આ સીઝનમાં ભાગ લીધો છે. આ સાથે આ વખતે ફિનાલેમાં કરણ વાહી, નિયા શર્મા અને જાસ્મીન ભસીન ટોપ-3માં પહોંચી ગયા હતાં.

શોની સૌથી પોપ્યુલર કન્ટેસ્ટન્ટ નિયા શર્માએ ખતરો કે ખિલાડી- મેડ ઈન ઈન્ડિયાની ટ્રોફી પોતાના નામ પર કરી લીધી છે. આમ, નિયા શર્મા આ શો જીતી ચૂકી છે. નિયામાં ઘણી ડેરિંગ છે, એ તમે જોયું જ હશે, એમાં કોઈ શક જ નથી. નિયા શર્માનો છેલ્લો સ્ટન્ટ કરણ વાહીના સ્ટન્ટ કરતા 14 સેકન્ડ ઓછો હતો. એટલે કરણના 2.22 સેકન્ડ સ્ટન્ટની તુલનામાં નિયા શર્માએ પોતાનો સ્ટન્ટ 2.08 સેકન્ડમાં પૂરો કરીને શોની વિજેતા બની ગઈ હતી.

આ વખતે ખતરો કે ખિલાડી-મેડ ઈન ઈન્ડિયાની ફિનાલેમાં કરણ વાહી, નિયા શર્મા અને જાસ્મીન ભસીન ટોપ-3માં પહોંચી ગયા હતાં. રોહિત શેટ્ટીએ આ સીઝનની વિનરનું નામ જાહેર કર્યું હતું. જેમાં એક્ટ્રેસ નિયા શર્મા વિનર બની છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution