વડોદરા
ભારદારી વાહનો દ્વારા શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને શહેરમાં પ્રવેશ કરે છે. ભારદારી વાહનો દ્વારા પૂરપાટ ઝડપે પોતાનુ ભારદારી વાહન હંકારતા હોય છે અને નિર્દોષ લોકોનો જીવ લેતા હોય છે. રાહદારીઓનો જીવ જાય ત્યારે પોલીસ ફક્ત બે દિવસ કામીગીરી કરવા માટે કરતા હોય છે પછી પરીસ્થિતિ જૈસૈથી તેવી થઇ જાય છે. પોલીસનો ડર ના હોય તે રીતે બિનધાસ્ત પણે ભારદારી વાહનો તેમજ ખાનગી કંપનીની લકઝરી બસો તેમજ ટ્રાવેલ્સની બસો ફરતી હોય છે. શહેરમાં પ્રતિંબધિત સમય હોવા છતા પણ ભારદારીવાહનો અને લકઝરી બસો શહેરમાં પ્રવેશ કરે છે અને રાહદારીઓને અડફેટે લેતા હોય છે છતા પોલીસ મુક પ્રેક્ષકની જેમ ખાલી તમાશો જાેયા કરતા હોય છે. શહેરમાં અનેક જગ્યા પર સીસીટીવી કેમેરા લાગેલા છે છતા પણ પોલીસને ફક્ત ટુ વ્હીલર વાહન ચાલકો જ દેખાય છે પણ ક્યારે ભારદારી વાહન કે લકઝરી બસ દેખાતી નથી. જાે ટુ વ્હીલર ચાલકને જે રીતે ઇ ચલણ આવે છે તેવી રીતે જ ભારદારી વાહન અને લકઝરી બસને કેમ નહી ? પરંતુ આજે પોલીસની નાક નીચેથી જ પોલીસ ભવન પાસેથી લકઝરી બસ બિનધાસ્ત પણે પસાર થતી જાેવા મળી હતી.