કરાચી,તા.૫
દુનિયાના કુખ્યાત અંડરવર્લ્ડ ડાેન અને ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમ ને કોરોના થઈ ગયો હોવાના અહેવાલ છે. આ ઘટના બાદ દાઉદના ગાડ્ર્સ એન બીજા સ્ટાફને ક્વારન્ટીન કરી દેવામાં આવ્યા છે. દાઉદની પત્ની મહજબીનનો પણ રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. દાઉદ અને તેની પત્નીને કરાચીની એક મિલિટ્રી હાસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, પાકિસ્તાનના કરાચીમાં સતત કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જાકે, પાકિસ્તાન તરફથી આ વાતને વારંવાર નકારવામાં આવી રહી છે. ટાપ સૂત્રો મુજબ આ ખબર સંપૂર્ણપણે સાચી છે અને દાઉદ અને તેની પત્નીને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ઘણા સમયથી દાઉદ ઈબ્રાહિમ પોતાના પરિવારની સાથે છુપાઈને રહે છે. ભારતે અનેકવાર આ વાતના મજબૂત પુરાવા પણ આપ્યા છે કે દાઉદ પાકિસ્તાનમાં છે. તેમ છતાંય પાકિસ્તાન આ વાત સ્વીકારવા તૈયાર જ નથી.