સુરત-
સુરત શહેરમાં ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે ટ્રાફિક પોલીસની મદદ માટે મૂકવામાં આવેલા ટીઆરબી જવાનો છાશવારે વિવાદમાં આવતા હોય છે ત્યારે વધુ એક વિવાદમાં આવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પોતાની સત્તા ન હોવા છતાં પણ રીક્ષા નુકસાન કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે જેને લઈને લોકોમાં રોષ ફેલાઇ જવા પામ્યો છે.
સુરતમાં ટ્રાફિક દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે પોલીસ વિભાગમાં ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે પોલીસ કર્મચારીઓ ઓછા પડતા હોવાને લઈને ટ્રાફિક બ્રિગેડની રચના કરવામાં આવેલી હતી. ત્યારે આ જવાનો છાશવારે વિવાદમાં આવતા હોય છે. કોઈ જગ્યા પર દાદાગીરી કરતા તો કોઈ જગ્યા પર લોકો પાસે પૈસા ઉઘરાવતા હોવાની અનેક ફરિયાદો બાદ વિડિયો સામે આવતાં તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.
ત્યારે સુરતના પાંડેસરા રોડ પર વધુ એક ટીઆરબી જવાનનો વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે વિવાદ ઉભો થયો છે. કારણકે જવાનો માત્ર ટ્રાફિક પોલીસની મદદ અને ટ્રાફિક નિયમન માટે રાખવામાં આવ્યા છે પણ આ ટીઆરબી જવાનો પોતાની જાતને પોલીસ કર્મચારી સમજીને રસ્તામાં રીક્ષા ઉપર જે રીતે તૂટી પડે છે રિક્ષાઓને નુકસાન કરે છે તેને લઈને લાંબા સમયથી સતત આ લોકો વિરુદ્ધ ફરિયાદો કરવામાં આવી રહી છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવા જ એક ટીઆરબી જવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં હાથમાં ડંડો લઈને રીક્ષા વાળાની રીક્ષાને ટીઆરબી નુકસાન કરતો જાેવા મળી રહ્યો છે અને દાદાગીરી કરી રીક્ષાવાળાને દબાવવાનો પ્રયાસ કરતો હોવાનું સામે આવી ગયું છે.