૭મા પગાર પંચમાં ડીએ વધારોઃ   કેન્દ્રીય કર્મીઓને ૫૪ ટકા મોંઘવારી ભથ્થાની ભેટ


નવી દિલ્હી:૭મા પગાર પંચ ડ્ઢછ/ડ્ઢઇ વધારો આપવાની જાહેરાત સાથે કેન્દ્રીય કર્મચારીઓમાં આનંદ ફેલાયો છે. તેમના મોંઘવારી ભથ્થાની ગણતરી જુલાઈ ૨૦૨૪થી બદલાશે. કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં ૫૦ ટકા મોંઘવારી ભથ્થું (ડ્ઢછ) મળી રહ્યું છે. આ જાન્યુઆરી ૨૦૨૪ થી લાગુ થશે. મોંઘવારી ભથ્થામાં આગામી વધારો જુલાઈ ૨૦૨૪થી લાગુ થશે. કર્મચારીઓ અને પેન્શનરો મૂંઝવણમાં છે કે મે મહિનો પૂરો થવાના આરે છે, છતાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનો છૈંઝ્રઁૈં ડેટા કેમ બહાર પાડવામાં આવ્યો નથી? આ માટે આરટીઆઈ પણ દાખલ કરવામાં આવી હતી, તેમ છતાં એઆઈસીપીઆઈ ડેટા કેમ જાહેર કરવામાં આવ્યો ન હતો તે સ્પષ્ટ નથી. આવી સ્થિતિમાં સરકાર જુલાઈ ૨૦૨૪થી મોંઘવારી ભથ્થું આપવા માગે છે કે નહીં? જાે કે આ જાહેરાત સાથે આ દ્વિધા દુર થઈ છે. કર્મચારી સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા કે ૫૦% મોંઘવારી ભથ્થા પછી તેને મૂળભૂતમાં મર્જ કરવામાં આવે.પાંચમા પગાર પંચમાં એક વખત આવું કરવામાં આવ્યું હતું, તેને જાેતા આ વખતે પણ સરકારે મોંઘવારી ભથ્થાને મૂળભૂતમાં મર્જ કરી દેવું જાેઈએ એવી માંગણી સંતોષાય એમ મનાય છે પરંતુ તેની સત્તાવાર જાહેરાત લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ થઈ શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution