ખેડા જિલ્લામાં સાયબર ક્રાઇમે નાગરિકોને રૂા. ૪૦ લાખથી વધુની રકમ પરત આપી

નડિયાદ, ખેડા જિલ્લાના જે પણ નાગરીકો સાયબર ક્રાઇમનો ભોગ બનેલા છે. જે નાગરીકોને મદદ કરવા માટે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલ નાગરિકોને તેમના ગયેલ રૂપીયા પૈકી ફ્રિઝ થયેલ નાણાં પરત અપાવવા માટે ખાસ સુચના આપેલ હતી. જે અમલવારીના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક વી.આર.વાજપાઇ, નડિયાદ વિભાગના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા દ્રારા સાયબર ક્રાઇમની ટીમને જરૂરી સુચનાઓ આપેલ હતી. ખેડા જિલ્લાના નાગરિકો સાથે સાયબર ફ્રોડ થતા તેઓ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ઉપર કોલ કરી પોતાની નોંધાવેલ ફરીયાદ અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર દ્વારા અલગ અલગ રાજ્યોની બેંકોના એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ ફ્રિઝ કરાવેલ છે. જે રકમ નાગરિકોને રિફંડ અપાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નડિયાદ દ્વારા નેશનલ લોક અદાલતમાં કેસ મુકી, ખેડા જિલ્લાના સાયબર ફ્રોડના ભોગ બનેલ નાગરિકો પૈકી કુલ ૫૭ અરજદારોને રૂપિયા ૪૦ લાખથી વધુ પરત અપાવવા કોર્ટના હુકમો મેળવી ત્વરિત કામગીરી હાથધરી હતી. આ સંદર્ભે નડિઆદ કોમ્યુનિટી હોલ ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યકમ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમાં રકમ પરત કરાઈ.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution