દિલ્હી-
દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા સોનાની દાણચોરી કરનારા 3 યાત્રિકોની ધરપકડ કરવામાં આવી છે. આ યાત્રિકો પાસેથી અધિકારીઓએ 580 ગ્રામ સોનું જપ્ત કર્યુ છે.
કસ્ટમ અધિકારીઓ સોનાની દાણચોરી કરનારા લોકો વિરુદ્ધ એક અભિયાન ચલાવી રહ્યાં હતાં. જે અંતર્ગત તેમણે આ કાર્યવાહી હાથ ધરી હતી. યાત્રિકો પાસેથી જપ્ત કરેલા 580 ગ્રામ સોનાની કિંમત રૂ. 32 લાખ આંકવામાં આવી છે.અધિકારીઓએ કસ્ટમ એક્ટના સેક્શન 110 અને 104 હેઠળ આ યાત્રિકોની ધરપકડ કરી છે. તેમણે અત્યાર સુધીમાં કેટલીવાર સોનાની દાણચોરી કરી છે. તેમજ દિલ્હીમાં ક્યાં ક્યાં આ સોનુ સપ્લાય કર્યું છે. આ અંગેની પૂછપરછ અધિકારીઓએ હાથ ધરી છે.