હાલમાં અમેરિકામાં મંદીનો ભય સતાવી રહ્યો છે અને તેની અસર વિશ્વભરના માર્કેટ પર પડી રહી છે. વિશ્વના મોટા ભાગના સ્ટોક માર્કેટ્સમાં હાલમાં અસ્થિરતા જાેવા મળી રહી છે. જાેકે, ખરા અર્થમાં હાલમાં અમેરિકા મંદી તરફ જઈ રહ્યું છે અને જાે અમેરિકમાં મંદી હશે તો તે ભારત માટે સારા સમાચાર છે? આ અંગે એક્સપર્ટે વિગતવાર સમજાવું છે.હાલમાં અમેરિકામાં મંદીના ભણકારા વાગી રહ્યા છે અને તેની અસર સમગ્ર વિશ્વના સ્ટોક માર્કેટ્સ પર પડી રહી છે. પરંતુ શું ખરા અર્થમાં અમેરિકામાં મંદી આવી રહી છે? તેવો પ્રશ્ન ઘણા લોકોને થઈ રહ્યો છે. અને જાે અમેરિકામાં મંદી હશે તો તે ભારત માટે સારા સમાચાર છે? આ પણ એક પ્રશ્ન છે. આ અંગે એક્સિસ કેપિટલના ગ્લોબલ રિસર્ચના હેડ તથા ચીફ ઈકોનોમિસ્ટ નીલકંઠ મિશ્રાએ વિગતવાર સમજાવ્યું છે. તેમનું કહેવું છે કે છેલ્લાં બે વર્ષોમાં યુએસ અર્થતંત્ર પર સર્વસંમતિ 'હાર્ડ લેન્ડિંગ' એટલે કે મંદીની અપેક્ષાથી 'સોફ્ટ લેન્ડિંગ' તરફ બદલાઈ ગઈ હતી. ફુગાવાના કારણે વિકાસને વધારે અસર થઈ નથી. તાજેતરના આર્થિક ડેટા દ્વારા આને પડકારવામાં આવ્યો છે. થોડો ઘટાડો થયો હોવા છતાં બેરોજગારીના દાવા જાન્યુઆરીની નીચી સપાટીથી ઉપર છે અને નવી નોકરીની શરૂઆત ધીમી પડી છે. જુલાઈમાં બેરોજગારીનો દર વધીને ૪.૩% થયો હતો, જે ૩ વર્ષમાં સૌથી વધુ છે, અને ૈંજીસ્ મેન્યુફેક્ચરિંગ ઁસ્ૈં ૯-મહિનાના નીચા સ્તરે આવી ગયું છે જે મંદીની બહાર ભાગ્યે જ જાેવા મળતું હોય.
હાલમાં અમેરિકામાં મંદીની આશંકા પાછી આવી ગઈ છે. ય્ર્ર્ખ્તઙ્મી ્િીહઙ્ઘજ દેખાડે છે કે અમેરિકામાં 'મંદી' માટેનું સર્ચ જુલાઈના મધ્યથી ૯ ગણું વધીને ૨ વર્ષમાં સૌથી વધુ છે. એટલે કે લોકો ગુગલ પર મંદી વિશે વધારે સર્ચ કરી રહ્યા છે. શેરબજારની અસ્થિરતામાં પણ મંદીના ડરે મુખ્ય ભૂમિકા ભજવી છે. યુએસ ફેડ દ્વારા રેટ કટની માર્કેટની અપેક્ષાઓ નોંધપાત્ર રીતે વધી છે, કારણ કે ઘણા લોકો માને છે કે આર્થિક મંદીને સામાન્ય બનાવવા માટે આ જરૂરી હશે. ખાસ કરીને જુલાઈના લેબર ડેટાએ 'સામ રૂલ'ને ટ્રિગર કર્યું. આ નિયમ ભૂતપૂર્વ ફેડ અર્થશાસ્ત્રી ક્લાઉડિયા સામ દ્વારા શોધવામાં આવ્યો છે અને આ નિયમ જણાવે છે કે જાે છેલ્લા ૩ મહિનામાં સરેરાશ બેરોજગારીનો દર પાછલા ૧૨ મહિનામાં તેના લો પોઈન્ટથી અડધા ટકા વધ્યો હોય તો કદાચ મંદી ચાલી રહી છે. આ તર્ક પ્રમાણે જાેવામાં આવે તો જ્યારે બેરોજગારી આ ક્વોન્ટમ દ્વારા વધે છે ત્યારે તે સેલ્ફ-રિઈન્ફોર્સિંગ સાયકલને ટ્રિગર કરે છે, તેનાથી આવકને ફટકો પડે છે અને તેના કારણે કન્ઝપ્શનને નુકસાન પહોંચાડે અને છટણી માટે પણ કારણભૂત બને છે. ગત અડધી સદીમાં આ નિયમ દ્વારા અમેરિકામાં કરવામાં આવેલી તમામ મંદીની આગાહીને સાચી પાડી હતી. પ્રથમ નજરે આવો ભય ઉતાવળીયો લાગે છે. યુએસ અર્થતંત્ર ધીમું છે પરંતુ મંદીથી દૂર છે. તે એકમાત્ર મોટી અર્થવ્યવસ્થા છે જ્યાં ય્ડ્ઢઁ કોરોનાના રોગચાળા પૂર્વેના માર્ગ પર છે. નાઉકાસ્ટ દ્વારા યુએસ અર્થતંત્રમાં આ ત્રિમાસિક ગાળાના ય્ડ્ઢઁ વૃદ્ધિ માટેનો તાજેતરનો અંદાજ ૨.૬%થી વધારીને ૨.૯% કરવામાં આવ્યો હતો. હાલમાં કન્ઝપ્શન સ્થિર છે, સરેરાશ વેતન વૃદ્ધિ ફુગાવાથી ઉપર છે, ઘરની કિંમતો હજુ પણ વધી રહી છે અને છટણી હજુ શરૂ થઈ નથી. જુલાઈમાં વધારો થયા પછી પણ બેરોજગારીનો દર હજુ પણ 'સામાન્ય'થી નીચે છે. આ ઉપરાંત બેરોજગારીમાં વધારો થવાનો મોટો હિસ્સો વધુ લોકો વર્કફોર્સમાં જાેડાયા છે તેના કારણે છે. ઈમિગ્રેશનમાં વધારો થયો હોવાના કારણે પણ વર્કફોર્સમાં વધારો થયો છે. લેબર ફોર્સની ભાગીદારીનો દર આ સદીમાં સૌથી વધુ છે. નાણાકીય બજારો મંદી અથવા તો રિકવરી દેખાય તે પહલા ઘણા મહિનાઓ અગાઉ ભાવ નક્કી કરે છે. આવા મોટા ફેરફારો સામાન્ય નથી, પરંતુ અર્થતંત્રમાં થોડા કૂલિંગ અપેક્ષા રાખવામાં આવે છે. અમારા મતે છેલ્લા બે વર્ષમાં વૃદ્ધિના આશ્ચર્યનો નોંધપાત્ર ભાગ ફેડરલ રાજકોષીય ખાધમાં વિસ્તરણને કારણે હતો. રાજકોષીય ખાધમાં વધારો વૃદ્ધિને વેગ આપે છે, ઘટતી જતી રાજકોષીય ખાધ વૃદ્ધિને નીચે ખેંચે છે અને ઊંચી પરંતુ અપરિવર્તિત ખાધ વૃદ્ધિ પર કોઈ અસર કરતી નથી. ગયા વર્ષે આ સમયે યુએસમાં ફિસ્કલ ઈમ્પલ્સ ય્ડ્ઢઁના મજબૂત ૫% હતો. ખાધ વધુ વધી શકતી ન હોવાથી, આ ઈમ્પલ્સ આ ત્રિમાસિક ગાળામાં લગભગ શૂન્ય સુધી ઝડપથી ધીમો પડી ગયો છે અને આગામી થોડા મહિનામાં નકારાત્મક બનવાની શક્યતા છે. છેલ્લાં બે વર્ષોમાં યુએસમાં ઊંચા વ્યાજ દરોની પીડા રાજકોષીય ખાધમાં વધારાથી સરભર થઈ ગઈ હતી. જાે ખાધ તરત જ સસ્ટેનેબલ લેવલે સંકોચાઈ ન જાય તો પણ પોઝિટિવ ઈમ્પલ્સની ગેરહાજરી નબળી વૃદ્ધિમાં દેખાઈ શકે છે. અમારા મતે વૃદ્ધિમાં મંદીની શક્યતા છે, પરંતુ તીવ્ર ઘટાડા માટે કોલ આપવો ખૂબ જ વહેલું છે. જાેકે, માર્કેટ્સમાં અસ્થિરતા એલિવેટેડ રહેવાની શક્યતા છે, કારણ કે વૃદ્ધિની અપેક્ષાઓ પુનઃપ્રાપ્ત કરવામાં આવે છે અને યુએસ ગ્રોથની આગાહીમાં અપગ્રેડને ડાઉનગ્રેડ દ્વારા બદલવામાં આવે છે. નબળા નિકાસ દ્વારા અમેરિકાની મંદી ભારતીય અર્થતંત્રને પણ અસર કરશે. જાેકે, જાે નાણાકીય બજારોમાં કોઈ ઉથલપાથલ ન થાય અને સરળ વૈશ્વિક નાણાકીય પરિસ્થિતિઓ રહે તો ભારતીય પોલિસીમેકર્સને પોલિસી સરળ બનાવવા માટે જગ્યા પૂરી પાડવી જાેઈએ. આ ઘણું જરૂરી છે કારણ કે મજબૂત વૃદ્ધિ હોવા છતાં ભારતની અર્થવ્યવસ્થા હજી પણ એક વર્ષથી વધુ પાછળ છે.