આપણા ભોજનની અનેક વસ્તુઓ એવી છે કે જેના રોજિંદા સેવનથી પણ તમે વજન પર કંટ્રોલ મેળવી શકો છો. જેમાંની એક વસ્તુ છે જીરૂ. જીરાના અનેક ફાયદા છે. જીરાનું પાણી વજન ઉતારવા માટે અક્સિર છે. તેના ફાયદા જાણીને તમે આજે જ અમલમાં મૂકવાનું શરૂ કરી દેશો.જીરાના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન અને મિનરલ હોય છે. તે ડાયજેશનમાં લાભકારી છે. એટલું જ નહીં જીરાનું પાણી પીવાથી ઝાડા ઉલટી, મોર્નિંગ સિકનેસ, ગેસ અને કોન્સ્ટિપેશનમાંથી પણ રાહત મળે છે.
જીરાના પાણીથી શરીરમાં એવા એન્ઝાઈમ બને છે જે કાર્બોહાઈડ્રેટ, ફેટ અને ગ્લુકોઝને તોડીને પચવામાં મદદ કરે છે. તેમાં અનેક એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરમાં ભેગા થયેલા ઝેરીલા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. જીરાને થોડા પાણીમાં આખી રાત પલાળીને રાખો. બીજા દિવસે સવારે આ પાણી પી જાઓ. તેનાથી એસિડિટી અને ગેસમાં પણ રાહત મળે છે. જીરાનું પાણી આયર્નનો સારો સ્ત્રોત છે. આયર્નની હાજરી શરીરને હેલ્ધી રાખવા માટે ખુબ જરૂરી છે.
તેમાં વિટામીન એ અને વિટામીન સી પણ હોય છે. રોજે રોજ આ પાણી પીવાથી ઈમ્યુનિટી વધે છે અને અનેક બીમારીઓ દૂર રહે છે. તેનાથી વજન વધતું નથી. આજકાલ લોકોને ઊંઘ ન આવવાની સામાન્ય સમસ્યા રહે છે. ઊંઘ આવે તે માટે પણ જીરાનું પાણી ઘણું ફાયદાકારક રહે છે. જીરાના પાણીમાં સારા પ્રમાણમાં ફાઈબર હોય છે. જે શરીરમાંથી ટોક્સિન્સ (ઝેરી તત્વો) શરીરની બહાર કાઢે છે.