શહેરમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું

વડોદરા : ભારતીય તાપમાન વિભાગ દ્વારા રાજ્યમાં વાવાઝોડુ ત્રાટકવાની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે વિવિધ જીલ્લાઓમાં તેમજ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ જાેવા મળતા શહેરીજનોમાં ઉકળાટનો માહોલ જાેવા મળ્યો હતો.

ઉતર-પશ્ચિમ તરફથી ૭ કી.મી.ની ઝડપે ગરમ પવન ફુંકાતાં તેમજ તાપમાનનો પારો ૪૧.૨ ડીગ્રી થતા લોકોમાં બફારાની સ્થિતી જાેવા મળી હતી. ભારતીય તાપમાન વિભાગ દ્વારા ગઈ કાલે સવારે દક્ષિણ – પુર્વ અરબસાગર પર દબાણની સ્થિતી આવતા તેમાં ચક્રવાતની સ્થિતી સર્જાઈ હતી.જેથી ગુજરાતમાં પણ તોકતે ચક્રવાતનામના વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી. અને તેને પગલે તેની સલામતીના પગલાં પણ લેવામાં આવ્યા હતા. આ ચક્રવાતની અસર રાજ્યના સૌરાષ્ટ્ર – કચ્છ જીલ્લામાં વધુ જાેવા મળશે તેમ જણાવવામાં આવ્યું છે.આજે શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન ૪૧.૨ સેન્ટીગ્રેડ જાેવા મળ્યુ હતુ.જ્યારે લધુત્તમ તાપમાન ૨૬.૪ સેન્ટીગ્રેડ નોંધાયું હતું.સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વહેલી સવારે ૫૪ ટકા અને સાંજે ૨૫ ટકા ની સાથે હવાનું દબાણ ૯૯૯ મિલીબાર્સ અને ઉતર-પશ્ચીમ તરફથી ફુંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિ કલાક ૭ કી.મી નોંધાઈ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution