15, એપ્રીલ 2025
નવી દિલ્હી: અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવૉરના કારણે કાચા તેલની કિંમતમાં ભારે ઘટાડો નોંધાયો છે. ભારતમાં આયાત કરવામાં આવતા ક્રૂડ ઓઇલની કિંમત કોરોના કાળ કરતાં પણ ઓછી થઈ ગઈ છે. ભારતમાં આયાત કરાઇ રહેલા ક્રૂડ ઓઇલની કિંમત ઓગસ્ટ ૨૦૨૧ બાદ પહેલીવાર ૭૦ ડોલરની નીચે ગઈ છે. આટલું જ નહીં ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમત પણ ૬૫ ડોલરથી ઓછી થઈ ગઈ છે. એવામાં સવાલ એ થાય છે કે પ્રજાના પૈસે લીલા લહેર કરી રહેલી પેટ્રોલિયમ કંપનીઓ અને સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો ક્યારે કરશે? ભારત ૮૭ ટકા કાચું તેલ આયાત કરે છે. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ભારતમાં ૮૯ ડોલરની કિંમતમાં ક્રૂડ ઓઇલની આયાત થતી હતી, હવે ઘટીને ૬૯.૩૯ ડોલર પ્રતિ બેરલ થઈ છે. જાણકારોનું માનવું છે કે ગ્લોબલ ટ્રેડવૉર અને મંદીનો ભયના કારણે હજુ પણ ભાવ ઘટાડો થશે. ય્ર્ઙ્મઙ્ઘદ્બટ્ઠહ જીટ્ઠષ્ઠરજનું અનુમાન છે કે ૨૦૨૫ના અંત સુધીમાં ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમત ૬૩ ડોલર થઈ જશે. સસ્તા ક્રૂડ ઓઇલના કારણે સરકાર અને પેટ્રોલિયમ કંપનીઓ મબલખ કમાણી રહી છે. જાણકારો અનુસાર પેટ્રોલિયમ કંપનીઓ એક લિટર પેટ્રોલ કે ડીઝલ પર ૧૦થી ૧૨ રૂપિયાનો નફો કરી રહી છે.