જમ્મુ: ઝ્રઇઁહ્લ અને જમ્મુ કાશ્મીર પોલીસની ર્જીંય્ ટીમ પર આતંકવાદીઓએ હુમલો કર્યો, જેમાં ઝ્રઇઁહ્લ ના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા. જણાવવામાં આવી રહ્યું છે કે બસંતગઢના દૂરના ડુડુ વિસ્તારમાં બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે આતંકવાદીઓએ ઝ્રઇઁહ્લ અને વિશેષ કાર્યવાહી જૂથ (ર્જીંય્) પર ગોળીબાર કર્યો હતો.અધિકારીઓએ જણાવ્યું કે ઝ્રઇઁહ્લ ની ૧૮૭મી બટાલિયનના ઇન્સ્પેક્ટર કુલદીપ સિંહને ગોળી વાગી હતી અને પછી હોસ્પિટલ લઈ જતી વખતે તેમનું મૃત્યુ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ર્જીંય્ ટીમ દ્વારા જવાબી કાર્યવાહી કર્યા બાદ આતંકવાદીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. આ આતંકવાદી હુમલો એવા સમયે થયો છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે પ્રથમ વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. પૂર્વવર્તી જમ્મુ-કાશ્મીર રાજ્યમાં છેલ્લી વખત ૨૦૧૪માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. ૧૪ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરના ડોડામાં થયેલી અથડામણમાં સેનાના એક અધિકારી કેપ્ટન દીપક સિંહ શહીદ થયા હતા. આ ઘટનામાં એક નાગરિક પણ ઘાયલ થયો હતો. છેલ્લા ઘણાં દિવસોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કેન્દ્રશાસિત પ્રદેશમાં સતત થઈ રહેલી અથડામણો અને છુપાઈને થતા વધતા આતંકવાદી હુમલાઓ પર એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક દિલ્હીના સાઉથ બ્લોકમાં દ્ગજીછ અજીત ડોભાલ અને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે યોજાઈ હતી.