PM મોદીની અશિષ્ટ પોસ્ટ ટ્વીટ કરનારા MPના કોંગ્રેસી ધારાસભ્ય સામે ગુન્હો દાખલ

મઘ્યપ્રદેશ-

ના કોંગ્રેસના કાર્યકારી અઘ્યક્ષ અને ધારાસભ્ય જીતુ પટવારી સામે વડાપ્રધાનની અશિષ્ટ તસ્વીર સોશ્યલ મિડીયા પર પોષ્ટ કરવા બદલ વિધિવત રીતે મઘ્યપ્રદેશમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સત્તાધારી ભાજપે વડાપ્રધાનની ગરિમાને હાનિ પહોચાડવા અને હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવી હોવાનો આક્રોશ કર્યો હતો. 

છત્રીપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પવન સિંઘવે કહયું હતું કે પટવારી સામે કમલ ૧૮૮ જાહેર સેવકની ફરજમાં ક્ષતિ અને રૂકાવટ અને કલમ ૪૬૪ (ઇલેકટ્રોનિક માઘ્યમોનો દુર ઉપયોગ) આઇ.પી.સી. અતર્ગત ભાજપના શહેર પ્રમુખ ગૌરવ રાડિવના નામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. સિન્ધલે જણાવ્યું હતું કે પ્રથમ દ્રશ્ય ધોરણ પટવારીના ટવીટર હેન્ડલ પર અપલોડ કરવામાં આવેલી વિકૃત તસ્વીર અંતર્ગત કલેકટરના જાહેરનામાના ભંગ બદલ કલમ ૧૮૮ અંતર્ગત સોશ્યલ મિડિયા પર આવી પ્રવૃતિની અગાઉજ મનાઇ ફરમાવવામાં આવી છે. 

ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે પટવારી જેવા વ્યકિતઓને હિન્દી શબ્દ સાચી રીતે લખતા કે સમજતા નથી આવડતું તેવા લોકોને રાજયના ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ મંત્રી બનાવી દીધા છે. મઘ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વડાપ્રધાનની વાંધાજનક છબી સાથે ટવીટીંગ અંગે કાયદેસર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution