પાલડીમાં વેપારીને છરી બતાવી લૂંટી લેવા મામલે ક્રાઇમ બ્રાન્ચે ૫ની ધરપકડ કરી

અમદાવાદ, શહેરમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. શહેરના પાલડીમાં વેપારીની દુકાનમાં ફિલ્મી સ્ટાઇલમાં કરેલી લૂંટના ગુનાનો ભેદ આખરે ઉકેલાયો છે. વેપારીને છરી બતાવીને ૫ લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી અને બુકાની ધારી લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ત્યારે આ લૂંટ મામલે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અને ક્રાઇમ બ્રાન્ચે આ ૫ લૂંટારુઓની ટોળકીને ઝડપી પાડી છે.ધરપકડ કરવામાં આવેલા ૫ લૂંટારુઓ ભચાઉન રહેવાસી છે અને પાંચેય લૂંટારુઓ સામે અગાઉ ચોરી,મારામારી સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાય છે. ઉલ્લેખનીય છે કે પાલડી વિસ્તારમાં લૂંટારુઓએ મોબાઈલ,એક્ટીવા અને રોકડ સહિત ૩ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી અને હવે આ તમામ લૂંટારુઓ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયા છે અને ક્રાઇમ બ્રાન્ચે પાંચેય લૂંટારુઓને ઝડપી પાડી લૂંટનો માલ કબજે કર્યો છે.થોડા દિવસ અગાઉ જ અમદાવાદમાં એલિસબ્રિજ પાસે થયેલી એક લૂંટનો ભેદ ઉકેલાયો હતો. એલિસબ્રિજ પાસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથઈ ૪૦ લાખ લૂંટી લેવામાં આવ્યા હતા. આ મામલે પોલીસને મોટી સફળતા મળી હતી અને લૂંટનો ભેદ ઉકેલ્યો હતો. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ૨ આરોપીઓની ધરપકડ કરી હતી. ધોળા દિવસે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાં જ આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો હતો. જે આરોપીઓએ લૂંટ કરી હતી તે બને આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી હતી અને તેમની પાસેથઈ ૩૫.૫૬ લાખ રૂપિયા રિકવર કર્યા હતા. જાે કે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથઈ ૪૦ લાખની લૂંટ આરોપીઓએ કરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution