ક્રિકેટમાં નવો કોન્સેપ્ટઃ રેડિમેડ ડ્રોપઇન પીચ

લેખક : જે.ડી.ચૌહાણ | 

રમતમાં અનેક નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. રમત હવે રમત રહી નથી, પરંતુ એક વ્યવસાય બની ગયો છે. એવો વ્યવસાય કે જેને નાણા છાપવાની ટંકશાળ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. ધન કમાવા માટે રમતમાં કલ્પના ન કરી શકો તેવા ફેરફારો કરવામાં આવે છે. રમતના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે વધારે દર્શકો અને શક્ય એટલાં વધારે સ્પોન્સરોને ખેંચી લાવીને વધુમાં વધુ આવક કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેના કારણે રમતનું મૂળ હેતુ ખતમ થઈ રહ્યો છે. રમત રમત રહી નથી.

સૌથી વધારે પ્રયોગો ક્રિકેટમાં કરવામાં આવી રહ્યા છે. જે મૂળભૂત ક્રિકેટને ખતમ કરી નાખવા માટે કાફી છે. ક્રિકેટમાં ખૂબ પૈસા મળી રહેતા હોવાથી હવે ક્રિકેટની આંતરરાષ્ટ્રીય ગવર્ન્િંાગ બોડી દ્વારા ક્રિકેટનું ,ક્રિકેટની ટેકનિકનું નિકંદન કાઢી નાખવામાં આવી રહ્યું છે. જેઓ ક્રિકેટના જાણકાર છે તેઓ જાણતા હશે કે ક્રિકેટની પીચ કે જેના પર ક્રિકેટ રમવામાં આવે છે એ ક્રિકેટનું હૃદય છે. આ હૃદય જેટલું મજબૂત હશે એટલી ક્રિકેટ ટેકનીકલી પરફેક્ટ બને પરંતુ હવે આ ક્રિકેટના હૃદયને એટલે કે પીચને બદલી નાખવામાં આવી છે. હવે પીચ બનાવવાની મહિનાઓની મહેનતમાંથી મુક્તિ મેળવી લેવામાં આવી છે. હવે કોઇ નિષ્ણાંત રાખવાની જરૂર નથી કે જે માટીને તપાસે, માટીના કલરને તપાસે, માટીની પાણી સોષવાની ક્ષમતાને તપાશે, માટી ફૂલી શકે છે કે નહીં, ફૂલે છે તો કેટલી ફૂલે છે ક્યારે સુકાઈ જાય છે અને ક્યારે તે કઠણ બને છે, કયારે તે નરમ બને છે વિગેરે જેવી બાબતોનું ધ્યાન રાખતો હોય અને તે પ્રમાણે પીચ તૈયાર કરતો હોય છે. પરંતુ દુઃખની વાત એ છે કે હવે આ મહેનત કરવાનું કામ ભૂલાઈ જવા લાગ્યું છે અને તેનો પુરાવો તાજેતરમાં અમેરિકામાં રમાઈ રહેલી ટી-૨૦ વર્લ્ડ કપની મેચો છે.

અમેરિકામાં ક્રિકેટ રમાડવાના ચક્કરમાં ત્યાં ટી-૨૦ વિશ્વ કપની મેચોનું આયોજન કરવામાં આવ્યું છે અને રમાઈ પણ રહી છે. પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે માત્ર પાંચ માસનો સમયગાળો બાકી હતો ત્યારે અમેરિકાના ક્રિકેટ એસોસિએશનને જાણ કરવામાં આવી કે તમારે ત્યાં ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ રમાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલે તેના માટે મેદાનો અને વિકેટો બનાવવાની તૈયારી શરૂ કરો. હવે સૌ કોઈ જાણે છે કે આ અમેરિકા છે જ્યાં અનેક પ્રકારની શોધ થાય છે. હવે તેઓએ મહિનાઓની મહેનત પછી પરંપરાગત રીતે પીચ બનાવવાનો કોન્સેપ્ટ છોડીને નવા કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો. અમેરિકાએ ઓસ્ટ્રેલિયામાં શોધાયેલ નવી ટેકનીકમાં થોડા ઘણા ફેરફારો કરીને પોતાને ત્યાં લાગુ પાડી.

આ શોધ પ્રમાણે પરંપરાગત રીતે પીચ બનાવવામાં આવતી નથી પરંતુ રેડીમેડ પીચને ફીટ કરી દેવામાં આવે છે અને તેના પર ક્રિકેટ રમવામાં આવે છે. આવી પીચ બનાવવા માટે લોખંડની પટ્ટીઓ ૨૨ વારની બનાવવામાં આવે છે અને તેમાં કૃત્રિમ ઘાસના લેયર મુકવામાં આવે છે. આ પટ્ટીઓને પીચની જગ્યાએ ફીટ કરી દેવામાં આવે છે. જમીનની ઉપર અને એક આખી પીચ તૈયાર કરી દેવામાં આવે છે અને તેના પર મેચ રમાડવામાં આવે છે. તેને જાેતા કોઈને સહેજે ખ્યાલ નહીં આવે કે જમીનની નીચે લોખંડની પટ્ટીઓ છે અને પટ્ટી ઉપર કૃત્રિમ માટી અને ઘાસની તૈયાર પટ્ટીઓ ફીટ કરીને પીચ બનાવવામાં આવી છે.

હવે ટેકનિકલી વાત કરીએ તો આ એવી પીચ છે કે જેમાં માટીમાં બધી જગ્યાએ બધી સપાટી પર ઘાસ એક સરખી રીતે હોતું નથી. કોક જગ્યાએ વધારે હોય છે તો કોઈ જગ્યાએ ઓછું. આખી પીચ પર ઘાસ અસમાન હોય છે. આ અસમાનતાને કારણે બોલરો માટે આ પીચ સ્વર્ગ સમાન બની જાય છે. કારણ કે ગમે તે રીતે ઘાસ હોવાથી બોલર બોલ નાખે છે ત્યારે તેને અચાનક ગમે એવો અને ગમે એટલો ઉછાળ મળે છે, ગમે તે પોઇન્ટ પરથી બોલ ઉછળે છે, અને કેટલું ઉછળે તે નક્કી હોતું નથી. હવે આવી પીચ પર બેટ્‌સમેન માટે ક્રિકેટ ખૂબ મુશ્કેલ બની જાય છે અને સારામાં સારો બેટ્‌સમેન પણ મોટો સ્કોર નોંધાવી શકાતો નથી.

જે ક્રિકેટના રસિયાઓ છે તેઓ જાણતા હશે કે અમેરિકામાં મેચ રમાય છે ત્યાં મોટા સ્કોર નોંધાયા નથી. સારામાં સારા બેટ્‌સમેન હોવા છતાં પણ ૨૦૦ કે ૨૦૦ની ઉપર રન નોંધાયા હોય એવો કિસ્સો ભાગ્યે જાેવા મળશે. કારણ કે બેટ્‌સમેન અહીં વ્યવસ્થિત રમી શકતો નથી. અમેરિકાના ઠંડા વાતાવરણને કારણે ત્યાં ભેજ પણ વધારે હોય છે, જેના લીધે બોલ સ્વીંગ પણ વધારે થાય છે અને કટ પણ વધારે થાય છે. આવા સમયે મોટા જ સ્કોર નોંધાવા શક્ય નથી. એટલે કે ૧૨૦, ૧૩૦ ,૧૪૦ સ્કોર આપીને સીમિત રહી જાય છે. કેટલીક વખત તો પૂરી ૨૦ ઓવર પણ રમી શકાતી નથી. ટૂંકમાં કહીએ તો આ નવા પ્રકારની પીચ છે જેને ક્રિકેટની ઘોર ખોદી નાખી છે. એક સામાન્ય કક્ષાનો બોલર પણ આ પીચ પર ખૂબ જ સફળ બોલર રહે છે અને તેને વિકેટો મળતી રહે છે. ટી-૨૦ વિશ્વ કપમાં રેડીમેટ ડ્રોપઈન પીચને કારણે બેટ્‌સમેનો ખૂબ દુઃખી છે જ્યારે બોલરો ખૂબ ખુશ છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કવર કરતી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાણી જાેઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. ભલે નવા પ્રયોગો કરવામાં આવે, નવા પ્રયોગો આવકાર્ય પણ હોઈ શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે મૂળભૂત રમતને,રમતની કળાને, રમતની ટેક્નિકને જ ખતમ કરી દેવામાં આવે. આવા નવા પ્રયોગો અન્ય રમતોમાં પણ થયાં છે.

દાખલા તરીકે આપણે હોકીની રમત લઈએ તો ભૂતકાળમાં પ્રાકૃતિક ઘાસ પર હોકીની રમત રમાડવામાં આવતી હતી. પરંતુ વિદેશીઓ દ્વારા આ પ્રાકૃતિક ઘાસ પર રમતને બદલે ઘાસના કૃત્રિમ મેદાનો બનાવવાની શરૂઆત કરી દીધી. એટલે કે કૃત્રિમ ઘાસવાળા મેદાનો બનાવવામાં આવ્યાં. એવા પ્રકારની ઘાસ બનાવવામાં આવ્યાં કે જે કુદરતી ઘાસની જેમ પાણી સિંચવામાં આવે તો તે ખીલી ઊઠે છે. આવા મેદાનોની સરફેસ એટલે કે સપાટી ખૂબ કડક હોય છે. તેને હોકીની રમતનું કલેવર જ બદલી નાખ્યું. હોકીની રમતની ટેકનીક બદલી નાખી. મૂળભૂત રીતે હોકીની રમત એ હોકી સ્ટિક ફેરવવાની ટેક્નિકની રમત છે. પરંતુ કૃત્રિમ મેદાનો આવતા રમત ખૂબ ઝડપી બની ગઈ એટલે તેમાં ઝડપી સ્ટિક ફેરવવાને બદલે સ્પીડનું મહત્વ વધી ગયું. એટલે જે ઝડપથી રમી શકે, બોલ ઝડપથી પાસ કરી ઝડપથી રમી શકે તે ખેલાડી સફળ થવા લાગ્યો. તેમાં પણ ટેકનિકની ઘોર ખોદાઈ ગઈ.

બરાબર આવો જ પ્રયોગ ક્રિકેટમાં અમેરિકાથી કરવામાં આવ્યો છે. રેડીમેડ પીચ લગાવી અને તેના પર ક્રિકેટ રમવામાં આવી રહી છે. પરંતુ તેના ખરાબ પરિણામો આવી રહ્યા છે. ક્રિકેટની ટેકનીક ભુલાઈ ગઈ છે. બોલરોમાં જાેઈએ એટલી ક્ષમતા ન હોવા છતાં તેઓને વધુ વિકેટ મળતા તેઓનું મુલ્યાંકન વધી જાય છે પરંતુ વાસ્તવમાં જ્યારે અન્ય પીચો પર બોલિંગ કરવાની આવશે ત્યારે અહીં તેઓ જે સફળતા મેળવે છે એ સફળતા મેળવી શકશે નહીં. ૈષ્ઠષ્ઠ ની ફરજ બને છે કે ફક્ત ધન તરફ ધ્યાન આપવાના બદલે વિકેટ તરફ પણ ધ્યાન આપવામાં આવે તો ક્રિકેટ જીવંત રાખી શકાશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution