ક્રિકેટ ઍરાઉન્ડ ધ વર્લ્ડ

લેખકઃ જે.ડી.ચૌહાણ | 

જ્યાં ક્રિકેટની વાત આવે ત્યાં ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, ઝિમ્બાબ્વે, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની વાતો થતી હોય છે. વર્ષો સુધી આ બધા દેશોમાં જ ક્રિકેટની મેચો રમાતી હતી. પરંતુ હવે ક્રિકેટ મેચની લોકપ્રિયતા જાેતા ક્રિકેટને વિશ્વ ફલક પર લાવવાની સાચા અર્થમાં કામગીરી શરૂ થઈ ગઈ છે. તેનો પુરાવો તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાના સંયુક્ત ઉપક્રમે તેમના દેશમાં રમાઈ રહેલ ટી-૨૦ વર્લ્ડ કપ છે. અહીં આ મેચોને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને આશા રખાય છે કે ક્રિકેટ વધુ લોકપ્રિય બનશે.

 ક્રિકેટને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ મોટાપાયે ફૂટબોલની જેમ એક્સપોઝર આપવા માટે અમેરિકાથી પ્રયત્નો શરૂ કરવામાં આવ્યાં છે. શરૂઆત ટી-૨૦ ક્રિકેટથી થઈ છે. પરંતુ અહીં સ્પષ્ટતા કરી લઈએ કે દેખાવમાં ક્રિકેટ મેચ જેવી લાગતી બેઝબોલની રમત અમેરિકામાં લોકપ્રિય છે. ત્યાં બેઝબોલના સ્ટાર અને સુપરસ્ટાર ખેલાડીઓ પણ છે. પરંતુ જાે આપણે ત્યાં જે ક્રિકેટ રમાય છે તેની વાત કરીએ તો અમેરિકામાં પ્રથમવાર ક્રિકેટ રમાઈ છે એવું નથી. કદાચ જૂજ લોકોને ખબર હશે કે વર્ષ ૧૮૪૪માં ન્યુયોર્કમાં અમેરિકા અને કેનેડા વચ્ચે મેચ રમાઈ હતી. ૧૮૬૧માં ગૃહયુદ્ધ શરૂ થતા ક્રિકેટ મેચનું આયોજન ભુલાઈ ગયું હતું. અને ક્રિકેટ મેચ લુપ્ત થઈ હતી. હવે ટી-૨૦ ને લોસ એન્જેલસ ઓલિમ્પિક-૨૦૨૬માં પ્રવેશ આપી દેવાયો છે. ઓલિમ્પિકમાં ક્રિકેટની એન્ટ્રી સાથે જ ક્રિકેટની ગુંજ વિશ્વસ્તરે થશે અને તે સાચા અર્થમાં વૈશ્વિક રમત બની જશે. આ કામ માટે ૈષ્ઠષ્ઠ કે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સર્વોચ્ચ બોડી છે તેના દ્વારા ભરપૂર પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

 માત્ર અમેરિકામાં ક્રિકેટ મેચમાં આયોજન કરીને આઈસીસી હાથ જાેડીને બેસી રહ્યું નથી. જાણીને કદાચ આશ્ચર્ય થશે કે ક્રિકેટને સાચા અર્થમાં ફૂટબોલની જેમ આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા આપવા માટે ક્રિકેટની મેચો જે રીતે હાલ અમેરિકામાં રમાડવામાં આવી છે તે રીતે ભવિષ્યમાં જાપાનના ટોક્યોમાં, ફ્રાન્સના પેરિસમાં,રશિયાના મોસ્કોમાં પણ આવી કોઈ સ્પર્ધા ક્રિકેટની યોજી શકાય કે નહીં તેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વેના તારણોના આધારે ૈષ્ઠષ્ઠ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે કે એ દેશોમાં પણ અમેરિકાની જેમ ક્રિકેટની વિશ્વ કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન ત્યાં થઈ શકે છે કે નહીં. જાે થાય તો તેના માટે પ્રયત્નો કરવાની અને બજેટ ફાળવવાની પણ તૈયારી કરી દેવામાં આવી છે.

 ફૂટબોલની જેમ ક્રિકેટની વૈશ્વિક પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે હજુ ઘણા બધા પગલાં લેવા બાકી છે પરંતુ ચોક્કસપણે એમ કહી શકાય કે ભવિષ્યમાં તમે ક્રિકેટને વિશ્વના વિકસિત દેશોમાં પણ રમતી જાેઈ શકશો. સામાન્ય રીતે ભૂતકાળમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટની એસીઝ સિરીઝ વિશ્વસ્તરની હતી અને તેના પર ક્રિકેટ રમતાં બધા દેશોની નજર હતી. શરૂઆતના તબક્કામાં ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા ક્રિકેટ રમતાં હતાં. પરંતુ રંગભેદની નીતિને કારણે વર્ષો સુધી દક્ષિણ આફ્રિકાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી અલગ રાખવામાં આવ્યું હતું. જાે કે તે પછી જેમ જેમ વિશ્વના દેશો આર્થિક રીતે એકબીજા પર આધાર રાખતા થયાં તેમ દરેક દેશોને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવા માટે અલગ અલગ રસ્તાઓ શોધવાની જરૂર પડી. જેમાં એક મહત્વનો રસ્તો હતો કે વિવિધ દેશો વચ્ચે ક્રિકેટ મેચ રમાડવામાં આવે, જેના કારણે એકબીજા દેશો સાથે સંબંધમાં પણ સુધારો થાય અને તેનો લાભ આર્થિક રીતે લઈ શકાય. કારણ કે ક્રિકેટ મેચનું આયોજન ફક્ત મેદાન પરની રમત નથી. પરંતુ તેની સાથે આર્થિક વિકાસ પણ સંકળાયેલો છે. જ્યાં ક્રિકેટ મેચો રમાતી હોય છે ત્યાં અનેક લોકોને રોજગારી મળતી હોય છે. અનેક લોકોના ધંધારોજગારનો વિકાસ થતો હોય છે. દાખલા તરીકે ક્રિકેટ મેચના સમયે પ્રવાસન ઉદ્યોગ ભરપૂર પ્રગતિ કરતો હોય છે. વિદેશના પ્રવાસીઓ ક્રિકેટ મેચો જાેવા આવવિં હોય છે. જેના કારણે હોટલ ઉદ્યોગ, પિકનિક પોઇન્ટ ,જાેવાલાયક સ્થળોનો વિકાસ થતો હોય છે. એટલા માટે જ ઓલિમ્પિકના આયોજન માટે શક્ય એટલા દેશો કે જેઓ ઓલિમ્પિકનું આયોજન કરી શકે છે તેઓ પ્રયત્ન કરતા હોય છે. ભારત સરકાર પણ ૨૦૩૬માં આપણા દેશમાં ઓલિમ્પિક રમાય તેના માટે પ્રયત્ન કરી રહી છે. કારણ એ છે કે રમત કોઈપણ હોય, પરંતુ જાે તેનું આયોજન કરવામાં આવે તો તેનાથી આર્થિક લાભ ઘણો મોટો થતો હોય છે. ધંધા રોજગારનો વિકાસ થતો હોય છે. બે દેશો વચ્ચેના સંબંધોમાં પણ સુધારો થતો હોય છે. ૈષ્ઠષ્ઠ દ્વારા બરાબર આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ક્રિકેટની લોકપ્રિયતા ફૂટબોલ અને ટેનિસની રમતની જેમ સાચા અર્થમાં વિશ્વકક્ષાની બનાવવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે. તેની શરૂઆત અમેરિકાથી કરવામાં આવી છે અને રસપ્રદ વાત એ છે કે અમેરિકામાં સારો એવો સહકાર પણ મળી રહ્યો છે.

અમેરિકામાં ટી-૨૦ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે પરંતુ તેના પહેલા અમેરિકામાં ક્રિકેટની લોકપ્રિયતા ચકાસવા માટે નાના પાયે વિવિધ મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત સહિતના સિનિયર ખેલાડીઓએ પણ સિનિયર્સની ક્રિકેટ સિરીઝમાં ભાગ લીધો હતો. આ સિરીઝને ભવ્ય સફળતા મળ્યા બાદ અમેરિકાને વેસ્ટ ઈન્ડિઝના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું. હવે ભવિષ્યમાં દુનિયાના વિકસિત દેશોમાં પણ ક્રિકેટની આવી સિરીઝ રમાતી જાેવા મળે તો નવાઈ નહીં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution