મોરબી
કોગ્રેસમાંથી ભાજપમાં જાેડાયેલા ધારાસભ્યોનો કોગ્રેસ પ્રેમ હજુ ઉતર્યો નથી. આવો જ એક બનાવ મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા સાથે બન્યો છે. મેરજાએ તાજેતરમા જ રાજ્યમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલાં કાૅંગ્રેસને અલવિદા કરી અને ભાજપનો કેસરિયો પહેરી લીધો છે. જાેકે,કોગ્રેસમાં કામ કર્યુ અને કાર્યકર હોવાના કારણે તેમનો કોગ્રેસ પ્રેમ હજુ ઉતર્યો નથી. દરમિયાન તેમણે મોરબીકોગ્રેસ છોડી અને ભાજપમાં જાેડાવાના કાર્યક્રમ બાદ યોજાયેલી પ્રેસ કાૅન્ફરન્સમાં શબ્દોના ગુંચવાડા ઊભા કર્યા હતા. મેરજાએ ભાંગરો વાટતા સોશિયલ મીડિયા પર રમૂજ થઈ હતી. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને કાૅંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ ગણાવ્યા હતા. મેરજા કહ્યુ હતું કે કાૅંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સીઆર પાટીલ સાહેબની આગેવાનીમાં કોગ્રેસના આગેવાનો કમળ ખીલવશે.
તેમણે પ્રેસ કાૅન્ફરન્સમાં જણાવ્યું કે 'ભાજપના નેજા હેઠળ કોગ્રેસના આગેવાનો કમળ ખીલવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.' આ ઉપરાંત મેરજાએ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને ગણાવ્યા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. આમ કાૅંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓને કાૅંગ્રેસ એવી ગોખાયેલી છે કે બોલવામાં થોડી સમસ્યા સર્જાય છે.
અગાઉ કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ ભાજપના ગૃહ મંત્રી અમિત શાહને અમિત ચાવડા ગણાવ્યા હતા. તો ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ પણ કોગ્રેસ પ્રમુખનો આભાર માન્યો હતો. તે સમયે મેરજા પણ ભાજપના તત્કાલિન પ્રમુખ વાઘાણીને કોગ્રેસના પ્રમુખ ગણાવી તેનો આભાર માની લીધો હતો. આમ રાતોરાત પક્ષપલટો કરનારા નેતાઓના મોઢેથી કાૅંગ્રેસની બોલી હજુ છુટતી નથી. ત્યારે પ્રજા વચ્ચે તેમને નવી ઓળખ સ્થાપિત કરવામાં કેવી સમસ્યાઓ થશે અને પ્રજા તેમના પરિવર્તનને કેટલા અંશે સ્વીકારશે તે તો રાજ્યની 8 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાય પછી જ જાણી શકાશે.