દેશી કોરોના રસીના અંતિમ ટ્રાયલને મંજૂરી, ફેબ્રુઆરીમાં જ આવી જશે Covaxin

દિલ્હી-

દેશી કોરોના રસીનું અંતિમ તબક્કાનું ટ્રાયલ આવતા મહિને શરૂ થઇ શકે છે. ભારત બાયોટેકને ડ્રગ રેગ્યુલેટર તરફથી ત્રીજા તબક્કા માટે ટ્રાયલની મંજૂરી મળી ગઇ છે. ડીજીસીઆઇની એક્સપર્ટ કમિટીની મંગળવારે મીટિંગ યોજાઇ હતી. તેમાં રસીના અંતિમ ટ્રાયલને મંજૂરી મળી ગઇ. ડીજીસીઆઇએ પ્રોટોકોલમાં ‘થોડુંક સંશોધન’ કર્યું છે. ભારતમાં રસીના ટ્રાયલમાં 25 હજારથી વધુ લોકો સામેલ થાય તેવી સંભાવના છે. તેમણે 28 દિવસના અંતરાલ પર રસીના બે ડોઝ અપાશે. શરૂઆતના ટ્રાયલમાં રસીના પરિણામોએ આશા જગાવી છે. કોવેક્સિન પહેલી સ્વદેશી કોરોના વાયરસ રસી છે. તેને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સાથે મળીને બનાવી છે.

કમિટીની એક મીટિંગ ૫ ઑક્ટોબરના રોજ થઇ હતી. તેમાં કંપનીને ત્રીજા તબક્કાના ટ્રાયલના પ્રોટોકોલને ફરીથી સબમિટ કરવા માટે કહ્ય્šં હતું. કમિટીનું માનવું હતું કે તબક્કા-૩ સ્ટડીની ડિઝાઇન તો સંતોષજનક હતી. પરંતુ તેની શરૂઆત તબક્કા-૨ના સેફ્ટી અને ઇમ્યુનોજેનિસિટી ડેટામાંથી યોગ્ય ડોઝ નક્કી કર્યા બાદ થવું જાેઇએ. કમિટીએ ફર્મ પાસે પહેલાં એ ડેટાની માંગણી કરી હતી.

ભારત બાયોટેકનો પ્લાન છે કે કોવેક્સિનનું અંતિમ ટ્રાયલ દિલ્હી સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ અને અસમમાં કરાયું. કંપની ફેબ્રુઆરી સુધીમાં ફાઇનલ ટ્રાયલના રિઝલ્ટસ આવવાની આશા કરી રહ્યું છે. ત્યારબાદ અપ્રૂવલ અને માર્કેટિંગની પરમિશન માટે એપ્લાય કરાશે.

ભારત બાયોટેકે પોતાની કોવિડ રસીમાં Alhydroxiquim-II નામનું અજુવંટ જાેડ્યું છે. આ વેક્સીનના ઇમ્યુન રિસપોન્સને શ્રેષ્ઠ કરશે અને તેનાથી લાંબા સમય સુધી કોરોનાથી સુરક્ષિત રહેશે. અજુવંટ એક એવું અજેંટ હોય છે જેને ઉમેરવા પર રસીની ક્ષમતા વધી જાય છે. રસી આપ્યા બાદ શરીરમાં વધુ એન્ટીબોડીઝ બને છે અને લાંબા સમય સુધી ઇમ્યુનિટી મળે છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution