આડવાણી, જાશી અને ઉમા ભારતીને નિવેદન નોંધાવવા રૂબરૂ હાજર રહેવા કોર્ટનો આદેશ

ન્યુ દિલ્હી,તા.૯

વર્ષ ૧૯૯૨ના બાબરી મસ્જીદ વિધ્વંસ પ્રકરણની સુનાવણી કરી રહેલ સીબીઆઈની વિશેષ કોર્ટે કેસના આરોપીઓ પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ આડવાણી, ભાજપ નેતા મુરલી મનોહર જાશી અને ઉમા ભારતીને કહ્યુ કેકે, નિવેદન નોધાવવા માટે કોર્ટના બોલાવવા પર વ્યક્તએ હાજર રહેવું પડશે. જાકે, કોર્ટે તેમને ક્યારે હાજર રહેવાનું તેને લઈને કોઈ તારીખ નક્કી કરી નથી.

પોતાના આદેશમાં વિશેષ જજ સુરેન્દ્ર કુમાર યાદવે કહ્યુ કે, જર્નલના અવલોકથી સ્પષ્ટ છે કે આરોપીઓ આડવાણી, જાશી અને ઉમા ભારતીને આગામી આદેશ સુધી હાજર રહેવાથી છૂટ સંબંધિત વિનંતી પત્ર સ્વીકાર કરતા સમયે એ આદેશ આપવામાં આવ્યો હતો કે તેમની વિનંતી શરતોને આધિન સ્વીકારવામાં આવે છે અનો કોર્ટના બોલાવે ત્યારે હાજર રહેવું પડશે.

કોર્ટે કહ્યુ કે, હાલમાં આરોપીઓનાં સીઆરપીસીની કલમ ૧૩૧ અંતર્ગત નિવેધન નોંધવામાં આવી રહ્યા છે. માટે ત્રણેયને આદેશ આપવામાં આવે છે કે નક્કી તારીખ પર બોલાવવા પર કોર્ટમાં હાજર રહે. સુપ્રીમ કોર્ટે ૧૯ એપ્રિલ ૨૦૧૭ના રોજ વિશેષ કોર્ટને આદેશ આપ્યો હતો કે તે આ મામલો રોજ સુનાવણી કરે અને સુનાવણી બે વર્ષમાં પૂરી કરે. સુપ્રીમ કોર્ટે આ વર્ષે આઠ મેના રોજ વિશેષ જજ માટેનવી સમય મર્યાદા નક્કી કરતાં ૩૧ ઓગસ્ટ સુધી નિર્ણય આપવા કહ્યુ કે હતું.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution