માનહાનિ કેસમાં મેધા પાટકરની સજા સામે કોર્ટનો મનાઇહુકમ


નવી દિલ્હી: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવેલી સામાજિક કાર્યકર્તા મેધા પાટકરની સજા પર કોર્ટે સ્ટે મૂકી દીધો છે. સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજ વિશાલ સિંહે એલજી વીકે સક્સેનાને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના ર્નિણય પર સ્ટે આપવા માટે નોટિસ જારી કરી છે. કેસની આગામી સુનાવણી ૪ સપ્ટેમ્બરે થશે. મેધા પાટકરે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવેલી પાંચ મહિનાની કેદ અને રૂ. ૧૦ લાખના દંડની સજાને સેશન્સ કોર્ટમાં પડકારી હતી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે મેધા પાટકરને ૧ જુલાઈના રોજ સજા સંભળાવી હતી. કોર્ટે મેધા પાટકરને ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૦ હેઠળ દોષિત ઠેરવતા ૩૦ દિવસ માટે સજાને સ્થગિત કરવાનો આદેશ પણ આપ્યો હતો. પાટકરે કહ્યું હતું કે વીકે સક્સેનાએ ૨૦૦૨માં તેમના પર શારીરિક હુમલો પણ કર્યો હતો. જે અંગે મેધાએ અમદાવાદમાં એફઆઈઆર નોંધાવી હતી. મેધાએ કોર્ટને કહ્યું હતું કે વીકે સક્સેના કોર્પોરેટ હિત માટે કામ કરી રહ્યા હતા ૨૫ નવેમ્બર ૨૦૦૦ના રોજ, મેધા પાટકરે વીકે સક્સેના પર હવાલા વ્યવહારનો આરોપ લગાવતા નિવેદન બહાર પાડ્યું હતું અને તેમને એ કાયર મેધા પાટકરે કહ્યું હતું કે વીકે સક્સેનાએ ગુજરાતના લોકો અને તેમના સંસાધનો વિદેશી હિતોને ગીરવી રાખ્યા હતા. ૨૦૦૩માં સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી ગુજરાતમાંથી દિલ્હીની સાકેત કોર્ટમાં ટ્રાન્સફર કરી હતી. વીકે સક્સેનાએ અમદાવાદમાં કેસ દાખલ કર્યો ત્યારે તેઓ નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝના અધ્યક્ષ હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution