વડોદરા, તા.૨૫
વડોદરા મહાનગર પાલિકાના તત્કાલીન શાસકો દ્વારા શહેરના ન્યાયમંદિર પાસે આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટર તરફ પ્રતાપ ટોકીઝ તરફથી આવતા માર્ગ પર આડસો મૂકીને માત્ર ટુ વહીલર કે થ્રિ વહીલર આવી શકે એ રીતે આડાશો મુકવામાં આવી હતી.
જેને લઈને બાકીના ફોર વહીલર ઝુલેલાલ મંદિર માર્ગથી ખજૂરી મસ્જિદ તરફ જાય તો આ માર્ગ પર બેસતા ગેરકાયદેસર લારી-ગલ્લા અને પથારાવાળાના દબાણો પણ દૂર થઇ જાય.આને લઈને જે તે વખતે ભારે ઉહાપોહ મચ્યો હતો.એના મિશ્ર પ્રત્યાઘાત પણ પડ્યા હતા.વેપારીઓએ આને લઈને ધંધા રોજગારને માટે એને ઘાતક ગણાવ્યું હતું.તો બીજી તરફ કેટલાક દુકાનદારોએ એને આવકારીને એમની દુકાનોની આગળ થતા દબાણો અને અસામાજિક તત્વોના અડ્ડાઓ દૂર થતા રાહતનો શ્વાસ લીધો હતો.આખરે પુનઃ પહેલા જેવી સ્થિતિ યથાવત કરવાનો ર્નિણય લેવામાં આવતા પાલિકા દ્વારા એ આડાશોને દૂર કરવાનો અને તમામ વાહનોને આવનજાવનને માટે પદ્માવતીનો માર્ગ ખોલી નાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.જાે કે એને લઈને મંગલ બજારનું હાફતાખોરીનું રાજ પુનઃ ધમધમતું થઇ જશે એવી આશંકાઓ
સેવાઈ રહી છે.