દિવાળીના દિવસે, શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગનું એક વિશેષ સત્ર રાખવામાં આવે છે અને તેને ધ્યાનમાં રાખીને, બ્રોકરેજ તરફથી મનપસંદ શેરોની સૂચિ સામે આવવા લાગી છે, જેમાં નફો અપેક્ષિત છે.દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી છે અને શેરબજારમાં ખાસ મુહૂર્ત ટ્રેડિંગ ૧ નવેમ્બરના રોજ થશે. દરમિયાન, બજાર નિષ્ણાતોએ પણ આ તક પર રોકાણ કરવા માટે વધુ સારા શેર્સની લિસ્ટ બહાર પાડવાનું શરૂ કર્યું છે. ત્યારે આજે એવા ૫ ટોચના શેરો વિશે જાણીએ કે જેના માટે નિષ્ણાતોએ નવી ટાર્ગેટ પ્રાઇઝ સેટ કરી છે અને એવો અંદાજ છે કે દિવાળી પર આ શેરોમાં રોકાણ કરીને જંગી નફો થઈ શકે છે. આ લિસ્ટમાં બજાજ ઓટોથી લઈને ્ઝ્રજી અને ૐઝ્રન્ સુધીના શેરનો સમાવેશ થાય છે.
સંવત ૨૦૮૦ શેરબજાર માટે શાનદાર વર્ષ સાબિત થયું છે અને બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૨૦ શેરો ધરાવતો સેન્સેક્સ ઝડપી ઉછાળા સાથે ૮૫,૯૦૦ની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સે પણ જબરદસ્ત તેજી પકડી અને ૨૬,૨૫૦ના આંકડા પર પહોંચ્યો. જાે કે છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને લીલા નિશાન પર ખુલ્યા બાદ તે અચાનક જ ઘટાડા સાથે બંધ થઈ રહ્યું છે. હવે દિવાળીથી સંવત ૨૦૮૧ની શરૂઆતને લઈને નિષ્ણાતો તેજીમાં દેખાઈ રહ્યા છે. ત્યારે એવા ટોપ-૫ શેરો વિશે જાણીએ કે જેમાં રોકાણ કરીને જાેરદાર કમાણી થવાની આશા છે.
દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસ પૈકીના એક ટાટા ગ્રુપની આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનો શેર મંગળવારે શેરબજારમાં ઘટાડાની વચ્ચે ૧.૪૭ ટકા ઘટીને રૂ. ૪૦૨૦ પર બંધ થયો, પરંતુ બ્રોકરેજે ટાટાના આ સ્ટોકને ૪,૬૬૪ રૂપિયાની નવી ટાર્ગેટ પ્રાઈઝ આપી છે. બ્રોકરેજને વિશ્વાસ છે કે કંપની તેની વૃદ્ધિને ધ્યાનમાં રાખીને નોંધપાત્ર રોકાણ કરી રહી છે.
ભારત ડાયનેમિક્સ લિમિટેડ અથવા મ્ડ્ઢન્ શેર પણ આ લિસ્ટમાં સામેલ છે. કંપનીના ઘણા મોટા પ્રોજેક્ટ્સ અને નિકાસની તકોને ધ્યાનમાં રાખીને, બ્રોકરેજ દ્વારા તેને દિવાળીના મનપસંદ સ્ટોક્સની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યો છે અને કંપનીની રૂ. ૧૯૫૦૦ કરોડની ઓર્ડર બુકને ધ્યાનમાં રાખીને તેને રૂ. ૧૫૦૧નો નવો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ ડિફેન્સ સ્ટોક રૂ.૧૦૫૭ પર બંધ થયો હતો.
ટેક સેક્ટરની દિગ્ગજ કંપની ૐઝ્રન્ પણ દિવાળીના ફેવરિટ સ્ટોક્સની યાદીમાં સામેલ છે. એક બ્રોકરેજના જણાવ્યા અનુસાર, કંપનીની ડીલ પાઇપલાઇન ખૂબ જ મજબૂત છે અને તેમાં ડેટા, છૈં, ડિજિટલ એન્જિનિયરિંગ, જીછઁ માઈગ્રેશન અને અન્ય જેવી તકોનો સમાવેશ થાય છે. આથી, બ્રોકરેજ અપેક્ષા રાખે છે કે હ્લરૂ૨૪-હ્લરૂ૨૭ઈ દરમિયાન આવક, ઈમ્ૈં્ અને ઁછ્ અનુક્રમે ૧૦.૫%, ૧૩.૫% અને ૧૩.૭% ના ઝ્રછય્ઇ પર વૃદ્ધિ પામશે. બ્રોકિંગ હાઉસને આ સ્ટોક રૂ. ૨,૧૦૫ સુધી પહોંચવાની અપેક્ષા વ્યક્ત કરી છે, જે રૂ. ૧૮૨૨.૨૫ પર બંધ થયો હતો.
દિવાળી માટે મનપસંદ શેરોની યાદીમાં બજાજ ઓટોનો શેર પણ છે, જેને બ્રોકિંગે રૂ. ૧૨,૪૮૩નો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ માને છે કે આ સ્ટોક મધ્યમ અને લાંબા ગાળા માટે નફાકારક સાબિત થઈ શકે છે. કંપનીના વિકાસ પ્રત્યે સકારાત્મક વલણ દર્શાવતા, આ ઓટો સ્ટોકને બ્રોકરેજ દ્વારા બાય રેટિંગ આપવામાં આવ્યું છે. મંગળવારે, સપ્તાહના બીજા દિવસે, આ શેર રૂ. ૧૦,૪૧૫.૯૫ પર બંધ થયો હતો.
ભારતીય અબજાેપતિ અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની સિમેન્ટ કંપની છઝ્રઝ્ર લિમિટેડના શેર પણ રૂ. ૨,૭૯૫ના નવા લક્ષ્યાંક ભાવ સાથે દિવાળીના મનપસંદ શેરોની યાદીમાં સામેલ છે. કંપની હ્લરૂ૨૮ સુધીમાં તેની ઉત્પાદન ક્ષમતા બમણી કરીને ૧૪૦ મિલિયન ટન કરવાનું લક્ષ્ય ધરાવે છે, જે તેની વર્તમાન ક્ષમતા ૮૯ મિલિયન ટન કરતાં ઘણી વધારે છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો પણ તેની વૃદ્ધિને લઈને તેજીમાં છે. મંગળવારે બજાર બંધ થયું ત્યારે અદાણીનો આ શેર રૂ. ૨૨૫૮.૫૦ પર બંધ થયો હતો.