દેવસ્થાનમમાં ભ્રષ્ટાચાર સહન કરવામાં આવશે નહીં ઃ ચંદ્રબાબુ નાયડુ

આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ રાજ્યના નવા સીએમ તરીકે શપથ લીધા બાદ હવે એક્શન મોડમાં જાેવા મળી રહ્યા છે. તિરુમાલાના વેંકટેશ્વર સ્વામી મંદિર પહોંચેલા નાયડુએ મંદિરમાંથી ભ્રષ્ટાચારને ખતમ કરીને હિન્દુ ધર્મની રક્ષા કરવાના શપથ લીધા હતા.ચોથી વખત શપથ લીધા બાદ તેમની પ્રથમ ધાર્મિક મુલાકાતમાં સીએમ ચંદ્રબાબુ નાયડુ તેમના પરિવાર સાથે તિરુમાલા પહોંચ્યા અને પ્રાર્થના કરી. નાયડુ તેમની પત્ની, પુત્ર નારા લોકેશ, પુત્રવધૂ અને કેટલાક સંબંધીઓ સાથે તિરુપતિના તિરુમાલા પહોંચ્યા હતા. તેમના આગમન પછી બીજા દિવસે, તેમણે પવિત્ર ટેકરી મંદિરમાં પ્રાર્થના કરી. આ દરમિયાન તેમણે તિરુપતિ-તિરુમાલા પ્રશાસનને શુદ્ધ કરવાના શપથ પણ લીધા હતા.સીએમ નાયડુએ આરોપ લગાવ્યો કે તેમની પહેલાની જગન મોહન રેડ્ડી સરકારે તેના શાસન દરમિયાન વેંકટેશ્વર મંદિરની દેખરેખ રાખતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (્‌્‌ડ્ઢ)માં અનિયમિતતાઓ ફેલાવી હતી.આંધ્રપ્રદેશના સીએમએ કહ્યું, ‘હું તિરુમાલાથી શાસનના શુદ્ધિકરણની શરૂઆત કરીશ. તિરુમાલાને અપમાનિત કરવું સ્વીકાર્ય નથી. તિરુમાલામાં માત્ર ગોવિંદાના નામનો જ જાપ કરવામાં આવશે.તેમણે વધુમાં આક્ષેપ કર્યાે હતો કે અગાઉની રાજ્ય સરકારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમનું વેપારીકરણ કર્યું હતું. તેમની પ્રાથમિકતા એ છે કે પ્રસાદ સારી ગુણવત્તાનો હોવો જાેઈએ, દરમાં વધારો ન થવો જાેઈએ અને ‘દર્શન’ માટેની ટિકિટો કાળાબજારમાં ન વેચવી જાેઈએ.જગન મોહન રેડ્ડીના કાર્યકાળ પર નિશાન સાધતા ચંદ્રબાબુએ કહ્યું, ‘જગન સરકારે આ ધાર્મિક સ્થળને ગાંજાે, દારૂ અને માંસાહારી ભોજનનું કેન્દ્ર બનાવ્યું છે. હવે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમનું શુદ્ધિકરણ શરૂ થશે.નાયડુએ ગરીબી મુક્ત સમાજ માટે અથાક કામ કરવાનું અને આંધ્ર પ્રદેશને ભારતમાં નંબર વન રાજ્ય બનાવવાનું વચન આપ્યું. તેમણે ચેતવણી પણ આપી હતી કે ગુના અને ભ્રષ્ટાચાર સહન કરવામાં આવશે નહીં, અને શાસનમાં જવાબદારી અને પારદર્શિતાનું વચન આપ્યું હતું.સીએમ નાયડુએ વધુમાં કહ્યું કે, ‘૨૦૪૭ સુધીમાં તેલુગુ લોકો વિશ્વમાં નંબર વન હશે. હું આંધ્રપ્રદેશને દેશનું નંબર વન રાજ્ય બનાવીશ. ગુનો સહન કરવામાં આવશે નહીં. કેટલાક લોકો ગુના કર્યા બાદ અમારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે. રાજકીય ષડયંત્રને સાંખી લેવામાં આવશે નહીં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution