રાજપીપળા : રાજપીપળામાં ૧૦ વર્ષ પહેલાં કરોડો રૂપિયાની કિંમતે બનેલું નર્મદા રમત સંકુલની કમ્પાઉન્ડ વોલ તૂટી પડતા એમા પણ ભષ્ટાચારની શંકા પેદા થઈ રહી છે. રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અ નરેન્દ્ર મોદીએ રમત ગમત સંકુલનું લોકાર્પણ કર્યું હતું.એ સંકુલના ગ્રાઉન્ડની કમ્પાઉન્ડ વોલ અચાનક ધરાસાઈ થતા એમા પણ મસ મોટા ભ્રષ્ટાચારની આશંકાઓ સેવાઈ રહી છે.ગુજરાત સરકારના તત્કાલીન શિક્ષણ મંત્રી આનંદી બેન પટેલે ૧૬ મી નવેમ્બર ૨૦૦૬ ના રોજ રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ ખાતે રમત ગમત સંકુલનું શિલાન્યાય કર્યું હતું.એના ૩ વર્ષ બાદ એટલે કે ૧૪ મી ઓક્ટોબર ૨૦૦૯ ના રોજ ગુજરાતના તત્કાલીન ઝ્રસ્ નરેન્દ્ર મોદીએ રમત ગમત સંકુલનું લોકાર્પણ કર્યું હતું.આ ૩ વર્ષના સમય ગાળા દરમિયાન રમત ગમત સંકુલના બાંધકામમાં ગુણવત્તા જળવાતી ન હોવાની બુમો ઉઠી હતી જો કે જે તે વખતે સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરી હોય એના જ ફળ સ્વરૂપે રમત ગમત સંકુલની કમ્પાઉન્ડ વોલ ૧૮/૧૧/૨૦૨૦ ના રોજ અચાનક ધરાસાઈ થઈ હોવાની લોકોમાં બુમો ઉઠી છે.કમ્પાઉન્ડ વોલ સેડ સાથે સ્ટેડિયમ બનાવેલુ છે, ત્યાં મોટે ભાગે ઘણા લોકો બેઠેલા જ હોય છે, મોટા મોટા કાર્યક્રમો થાય ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો બેસેજ છે, જો કોઈ મોટા કાર્યક્રમ વખતે કમ્પાઉન્ડ વોલ તૂટી પડી હોત તો મોટી જાનહાની થવાની સંભાવનાઓને બિલકુલ પણ નકારી શકાય એમ નથી.તો એવા સમયે એનો જવાબદાર કોણ એ પ્રશ્ન હાલ ઉપસ્થિત થાય છે. નર્મદા જિલ્લા સંકુલ હોલ જિલ્લાનું એક માત્ર રમત ગમતના અયોજન માટેનું સ્થળ છે.જિલ્લાની કરોડો રૂપિયાની સરકારી મિલકતના વિવિધ સાધનોની જાળવણીનો મોટો અભાવ વર્તાઈ રહ્યો છે, રમત ગમત સંકુલમાં સફાઈનો પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.નર્મદા જિલ્લા કલેકટર નર્મદા જિલ્લા સંકુલના ચેરમેન તરીકે કાર્યરત છે ત્યારે તેઓ આ મામલે યોગ્ય કાર્યવાહી કરે એ હવે
જરૂરી બન્યું છે.