સુરત,તા.૭
રાજયમાં અમદાવાદ બાદ સુરત કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. મંગળવારે વધુ ૧૧ ના મોત નીપજ્યાં હતા અને વધુ ૨૪૫ કેસ નોંધાયા હતા. સુરતમાં રોજબરોજ થોકબંધ પોઝિટિવ કેસો બહાર આવી રહ્ના છે જેના કારણે હોસ્પિટલોમાં બેડ ખુટી પડતા તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલમાં બેડ રિર્ઝવ કરવાની સાથે કોમ્યુનીટી હોલમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરી રહ્યા છે.
કોરોના સતંત્રના પ્રયાસો વચ્ચે પણ તે અટકાવાનો નામ લેતો નથી. અને તેનો કહેર યથાવત રાયો છે આજે મંગળવારે સુરતમાં કોરોના ખુબજ આક્રમક બન્યો હોય તેમ વધુ ૨૪૫ પોઝિટિવ કેસ સપાટી પર આવી ચુક્યા છે. આ સાથે શહેર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો ૭૦૦૧ થયો છે. કુલ ૨૭૦ મોત થયા હતા.
સુરત શહેરમાં ગઈકાલે ૨૦૧ કેસ સાથે કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૫૮૯૪ ઉપર પહોચ્યો હતો. જયારે આજે સોમવારે શહેરમાં વધુ ૯૪ કેસ સામે આવી ચુક્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કોરોનાના બેવડી સદીમાં કેસો બહાર આવી રહ્ના છે સાથે સાથે મરણાંકનો આંકડો પણ રોજના ૯ની આસપાસ થઈ રહ્ના છે. કોરોની કેસની સાથે મુત્યુની સંખ્યામાં પણ વધારો થતો હોવાથી તંત્રની ચિંતા ખુબજ વધી ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરની સાથે કોરોના ગ્રામ્યમાં પણ ભારે કહેર મચાવ્યો છે. ગ્રામ્યમાં પણ દિવસે દિવસે કેસોની સંયામાં વધારો થઈ રહ્ના છે આજે સુરત ગ્રામ્યમાં વધુ ૪૫ કેસ બહાર આવ્યા છે આ સાથે ગ્રામ્યમાં કેસની સંયા નવસૌને પાર કરી ૯૦૧ ઉપર પહોચી છે.
મુખ્યમંત્રી સાથે બેઠકમાં હાજર રહેનાર કામરેજના ધારાસભ્યનો રિપોર્ટ પોઝિટિવ
સુરતના કોરાના સંક્રમણની સ્થિતિનો તાગ મેળવવા આવેલા ગુજરાતના મુયમંત્રી અને નાયબ મુયમંત્રી તથા સરકારના અનેક અધિકારીઓ સાથે બેઠકમાં હાજર રહ્યા હતા. તે સુરત કામરેજના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ભાજપના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં હવે તેઓ કોના સંપર્કમાં આવ્યા હતા તે તપાસનો વિષય થઈ ગયો છે. ગઈકાલે જ ભાજપના કોર્પોરેટર અને સુરતના ડે. મેયરની પત્નીનો કોરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. કોંગ્રેસના અગ્રણી નૈષધ દેસાઈ બાદ ભાજપના કોર્પોરેટર શંકર ચેવલી, તેમના પત્ની, પુત્ર વધુ અને પૌત્રીને પણ કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. ગઈ કાલે જ ડે. મેયર નિરવશાહના પત્નીને પણ કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. આ પહેલાં કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાના પીએ અંકુરનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. સતત પીએ સાથે જ હોય તેવા કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાનો કોરોનાનો રિપોર્ટ કરવામા આવ્યો હતો. તે પોઝીટીવ જાહેર કરવામા આવ્યો છે. ઝાલાવાડિયાના પોઝીટીવ રિપોર્ટ સાથે જ રાજ્ય સરકારને પણ ચિંતા થાય તેમ છે. ગત શનિવારે સુરતની સ્થિતિનો તાગ મેળવવા આવેલા ગુજરાના મુયમંત્રી વિજય રૂપાણી, નાયબ મુયમંત્રી નિતિન પટેલ તથા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ તથા સુરત આવેલા આરોગ્ય સચિવ સાથે બેઠક થઈ હતી. તે બેઠકમાં ધારાસભ્ય ઝાલાવાડિયા હાજર હતા. આ બેઠકમાં સુરતના તમામ ધારાસભ્ય,સાંસદ તથા અન્ય રાજકારણીઓ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઝાલાવાડિયા કોના સંપર્કમાં આવ્યા તે તપાસનો વિષય છે.
નવસારીમાં કોરોનાના નવા ૧૦ કેસ
નવસારી જિલ્લામાં કોરોના રોકેટ ગતિએ વધતા આજે કોરોના નવા કેસ નોંધાતાં જિલ્લા આરોગ્ય વિભાગની ઊંઘ હરામ થઇ ગઇ છે નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૭૭ કેસ નોંધાયા છે અને સાત વ્યક્તિઓ કોરોના સામે જિંદગી હારી ગયા છે. નવસારી જિલ્લામાં અનલોક બે અનલકી સાબિત થઈ રહ્યું છે દિનપ્રતિદિન નવસારી જિલ્લામાં કોરોના ના કેસો માં સતત વધારો થતાં જિલ્લા આરોગ્ય તંત્રની ઊંઘ હરામ થઈ જવા પામી છે આજે સોમવારે નોંધાયેલા ૧૦ દર્દીઓ પૈકી મરોલી નો ૪૦ વર્ષીય યુવાન. મરોલી બજાર માં રહેતી ૩૮ વર્ષીય મહિલા. નવસારી મફતલાલ મિલ ની બાજુમાં રહે તો ૩૪ વર્ષીય યુવાન. મરોલી જનતા સોસાયટીમાં રહેતો ૨૬ વર્ષીય યુવાન. ચીખલીમાં પારસી અગિયારી પાસે વહેતી ૩૭ વર્ષીય મહિલા. પીપલ ગભાણ ગામે રહેતો ૫૨ વર્ષીય ખેત મજુર. બીલીમોરાના આંતલીયા શ્રીજી કોમ્પલેક્ષમાં રહેતા ૪૫ વર્ષીય આધેડ નવસારી દશેરા ટેકરી માં રહેતો ૩૫ વર્ષીય રત્ન કલાકાર વિજલપુર હનુમાન નગરમાં રહેતી ૩૮ વર્ષીય મહિલા નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૭૭ દર્દીઓ નોંધાયા છે જે પૈકી ૭૯ સારા થતા રજા આપવામાં આવી છે.