આ ઉદ્યોગ પર કોરોનાની ગંભીર અસરઃ રોજનું 315 કરોડનું નુકશાન

દિલ્હી-

દેશભરમાં કોરોનાની ભયાનક લહેર વચ્ચે કેટલાંક રાજયોએ વિક એન્ડ લોકડાઉન-નાઈટ કરફયુ સહીતના નિયંત્રણાત્મક પગલા લીધા છે તેની ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર ઘણી ગંભીર અસર થઈ છે. માત્ર એપ્રિલ મહિનામાં જ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ૨.૪ અબજ ડોલર (૧૭૮૦૦ કરોડ) નો ફટકો પડવાનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે. દેશના અર્થતંત્ર તથા જીડીપી વિકાસ દરને પણ અસર થવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.

ભારતમાં ટ્રાન્સપોર્ટ પરિવહન વાર્ષિક ૧૫૦ અબજ ડોલરનું ગણવામાં આવે છે અર્થાત દર મહિને ૧૨ અબજ ડોલરનું પરિવહન થાય છે હાલ ૧૫-૨૦ ટકા અસર છે.પરંતુ હવે મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ જેવા રાજયોમાં વિક એન્ડ લોકડાઉનને કારણે અસર વધુ તિવ્ર થઈ શકે છે.ટ્રાન્સપોર્ટરોના કહેવા પ્રમાણે નાઈટ કરફયુ સહિતના નિયંત્રણોની સંખ્યાબંધ રાજયોમાં રીટેઈલ માર્કેટમાં અસર દેખાવા લાગી છે. માલ પરિવહન ધીમુ પડવા લાગ્યુ છે. એટલે દેખીતી રીતે જ સપ્લાય ચેઈન ધીમી થઈ છે. કોરોનાનો વર્તમાન વેવ વધુ ભયાનક છે. મહારાષ્ટ્ર-દિલ્હી સિવાયના રાજયો પણ પ્રભાવીત છે. પરિવહનને ઓછામાં ઓછુ ૨૦ ટકાનું નુકશાન થશે. એટલે બે અબજ ડોલરની કમાણી રૂધાશે.

છેલ્લા ચાર-છ મહિનાઓમાં વેપારધંધા ધબકતા ટ્રક ભાડા વધવા લાગ્યા હતા તે હવે ૬ થી ૮ ટકા ઘટી શકે છે. ૩૧ માર્ચ સુધી ટ્રાન્સપોર્ટ ડીમાંડ સારી હતી. પરંતુ છેલ્લા દસ દિવસથી ૧૫-૨૦ ટકા જેવો ઘટાડો છે.ઉદ્યોગો-કારખાનામાંથી માલ સપ્લાય ઘટી ગઈ છે.જાેકે, એગ્રી કોમોડીટીનો સારો લોડ મળતો હોવાથી ઘણા અંશે તે સરભર થઈ જાય છે. અન્યથા ડીમાંડ ઘટાડો ઘણો તિવ્ર રહી શકે છે. પાટનગર દિલ્હીમાંથી ટ્રક લોડ ૩૦ થી ૫૦ ટકા ઘટયો છે. હરીયાણા, રાજસ્થાન, પંજાબ, ઉતરપ્રદેશ, તથા હિમાચલ પ્રદેશનાં ખાલી ટ્રકનાં થપ્પા થવા લાગ્યા છે. માર્ચમાં ૮૫ ટકા ટ્રક દોડતા હતા તે હવે ૭૦ ટકા થઈ ગયા છે.ઓલ ઈન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસનાં અંદાજ મુજબ દૈનિક ૩૧૫ કરોડનું નુકશાન છે. રાત્રી કરફયુ જેવા નિયંત્રણો ઉપરાંત વિવિધ બોર્ડરો પર ટેસ્ટ ફરજીયાત કરાયા હોવાથી પરિવહનમાં પણ ઢીલ થઈ રહી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution