દિલ્હી-
લેમ્બડા વેરીએન્ટ પેરૂ સિવાય આર્જેન્ટીના ઈકવાડોરમાં પણ દેખાયો છે જોકે હજુ તેને ગંભીર કક્ષામાં મુકાયો નથી. મ્યુટેશન થયેલા આ વાયરસ ઝડપી સંક્રમણ ધરાવતો નથી અને એન્ટીબોડીને બાયપાસ કરી શકતો નથી. અગાઉ ભારતમાં જે નવો વેરીએન્ટ નજરે ચડયો હતો તે વેરીએન્ટ ઓફ ઈન્ટે્રસ્ટ તરીકે ગણાવ્યો હતો. જેને હવે ડેલ્ટા વર્ઝન નામ અપાયું છે અને તે સૌથી વધુ સંક્રમણ શકિત ધરાવે છે. વિશ્વનાં 29 દેશોમાં આ નવો વેરીએન્ટ જોવા મળ્યો છે અને મુખ્યત્વે દક્ષિણ અમેરીકામાં વધુ જોવા મળ્યો છે. ગત ઓગસ્ટ માસમાં આ નવા વેરીએન્ટની હાજરી પ્રથમ નોંધાઈ હતી. ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે લેમ્બડા વેરિયન્ટ્સમાં મ્યૂટેંશન આવે છે જે રોગને વધારે છે અથવા એન્ટિબોડીઝ માટે વાયરસના પ્રતિકારને વધુ મજબૂત કરી શકે છે. જો કે, જિનીવા સ્થિત સંગઠન મુજબ, આ નવું વેરિઅન્ટ કેટલું અસરકારક રહેશે તેના પુરાવા અત્યારે વધુ પુરાવા નથીઅને લૈમ્બડા વેરિઅન્ટને વધુ સારી રીતે સમજવા માટે વધુ અને વધુ અભ્યાસ કરવાની જરૂર છે.