ન્યુઝીલેન્ડ-
જ્યારે આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી હતી, ત્યારે ન્યુઝીલેન્ડે તેના પર જીત મેળવીને દાખલો બેસાડ્યો હતો. જો કે, હવે 21 દિવસ બાદ અહીં ત્રણ નવા કેસ સામે આવ્યા છે. સાઉ ઓકલેન્ડના પરિવારમાં માતાપિતા અને પુત્રીઓને ચેપ છે. કમ્યુનિ઼ટી ટ્રાન્સમિશનના આ કિસ્સાઓ બહાર આવ્યા પછી, એવું માનવામાં આવે છે કે ઓકલેન્ડને એક નવા લોકડાઉનનો સામનો કરવો પડી શકે છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ વડા પ્રધાન જેસિંડા આર્ડર્ન વેલિંગ્ટન પરત ફર્યા છે.
મળતી માહિતી મુજબ, કોરોનાથી પીડિત માતા ઓકલેન્ડ એરપોર્ટ પર એરપોર્ટની લોન્ડ્રી અને એલએસજી સ્કાય શેફ્સમાં નોકરી કરે છે, અને પુત્રી પાપાટોટો હાઇ સ્કૂલની વિદ્યાર્થીની છે. મીડિયા અહેવાલો જણાવે છે કે આ બે સ્થળોની સાથે સુપરમાર્કેટ્સને પણ એક્સપોઝર લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. કોવિડ -19 મંત્રી ક્રિસ હિપ્કિન્સે અહેવાલ આપ્યો છે કે પીડિત લોકોના સંપર્કમાં આવનારા લોકોના ટેસ્ટ કરવામાં આવે છે અને તેઓને કોરોન્ટાઇન કરવામાં આવે છે.
ઓકલેન્ડને હાલમાં પ્રથમ ચેતવણી સ્તર પર મૂકવામાં આવ્યું છે પરંતુ રવિવારની મીટિંગમાં લોકડાઉન જરૂરી છે કે કેમ તેની ચર્ચા કરવામાં આવશે. લોકોને વધુને વધુ પરીક્ષણો કરાવવા અપીલ કરવામાં આવી રહી છે જેથી રોગચાળાના પહેલા રાઉન્ડ જેવી પરિસ્થિતિ ટાળી શકાય. નોંધપાત્ર વાત એ છે કે, એક દિવસ અગાઉ, કોવિડ -19 ને કારણે પ્રથમ મૃત્યુ કેસ ન્યુઝીલેન્ડમાં પાંચ મહિના અને ત્રણ અઠવાડિયા પછી નોંધાયો હતો. 24 મી જાન્યુઆરીએ, એક મહિલા હોટેલ ક્વોરેન્ટાઇન છોડ્યા બાદ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, જેનું પાછળથી મૃત્યુ થયું હતું. તેમને નોર્થ શોર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.