દિલ્હી-
દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના 60,000થી વધુ કેસ સામે આવી રહ્યા છે, જેથી કુલ કેસોની સંખ્યા 21 લાખની નજીક પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 61,537 નવા કેસ સામે આવ્યા છે અને 933 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 20,88,612 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 42,518 લોકોનાં મોત થયાં છે. હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,19,088એ પહોંચી છે. રિકવરી રેટ 67.62 ટકાએ પહોંચ્યો છે. પોઝિટિવિટી રેટ 8.48 ટકાએ પહોંચ્યો છે.
ભારતમાં કોરોનાના ઓગસ્ટના પ્રથમ છ દિવસમાં 3,28,903 કેસો નોંધાયા છે. જ્યારે અમેરિકામાં 3,26,111 અને બ્રાઝિલમાં 2,51,264 કેસો નોંધાયા છે.
19 દેશોમાં બે લાખથી વધુ કેસ વિશ્વમાં 19 દેશોમાં કોકરોના સંક્રમિતોની સંખ્યા બે લાખને પાર થઈ છે. આમાં ઇરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરેબિયા, ઇટાલી, જર્મની અને બંગલાદેશ પણ સામેલ છે. ભારત વિશ્વમાં સૌથી વધુ સંક્રમિતોને મામલે ત્રીજા ક્રમે છે. જ્યારે સૌથી વધુ મોતના મામલે પાંચમા ક્રમાંકે છે. વિશ્વમાં કોરોનાના દૈનિક ધોરણે બે લાખથી વધુ કેસ વિશ્વભરમાં છેલ્લા 24 કલાકમાં 2.74 લાખ નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધી 1,95 કરોડથી વધુ કોરોના સંક્રમણના કેસો નોંધાયા છે. વિશ્વમાં હાલમાં 62 લાખથી વધુ સક્રિય કેસો છે. અત્યાર સુધીમાં કોરોનાથી 7.22 લાખથી વધુનાં મોત થયાં છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.