સમય જતા ફ્લૂ જેવો થઇ જશે કોરોના, દર વર્ષે લેવી પડી શકે છે વેક્સિન ?

દિલ્હી-

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર હજી પણ કહેર વરસાવી રહી છે. પરંતુ એક્સપટ્‌ર્સના અનુમાન મુજબ, થોડો સમય પસાર થયા પછી કોરોના બીમારી સામાન્ય ફ્લૂ જેવી થઈ જશે. તે ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે જે વસ્તી પર વધારે જાેખમકારક સાબિત થઇ શકે છે, તેથી દર વર્ષે કોરોના વેક્સિન લેવાની જરૂરત પડી શકે છે. તાજેતરમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, જાે લોકોએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરશે નહીં, તો આગામી ૬થી ૮ સપ્તાહમાં જ કોરોણાની ત્રીજી લહેર આવી શકે છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચમાં ડિવિઝન ઓફ એપિડેમિયોલોજી એન્ડ કમ્યુનિકેબલ ડિસીઝના પ્રમુખ સમીરન પાંડા અનુસાર, કેટલાક સમય બાદ કોવિડ-૧૯ એન્ડેમિક સ્ટેજ પર પહોંચી શકે છે. સેન્ટર્સ ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ મુજબ, કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં વસ્તીમાં કોઈ બીમારી કે સંક્રમક એજન્ટની હાજરી અથવા તેના પ્રસારને એન્ડેમિક કહેવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, ‘જયારે નાનો વાયરસ ઝડપથી વધે છે, તો તેમના માટે મ્યુટેશન એક સામાન્ય બાબત છે. એક્સપટ્‌ર્સ કહે છે કે, કોરોના વાયરસ થોડા સમય બાદ ઇન્ફ્લ્યૂએન્ઝાની જેમ એન્ડેમિક સ્ટેજ પર પહોંચી જશે. ત્યાર બાદ જેના પર વધુ જાેખમ હશે તેવી વસ્તીએ દર વર્ષે તેની રસી લેવી પડશે.’ સાથે જ તેમણે જણાવ્યું કે, ઇન્ફ્લ્યૂએન્ઝા પણ ૧૦૦ વર્ષ પહેલા પેન્ડેમિક એટલે કે મહામારી હતો, જે હવે એન્ડેમિક થઇ ગયો છે.

તેમણે કહ્યું, કોરોના મહામારી પણ ધીમે ધીમે પોતાની હાલની પરિસ્થિતિમાંથી બદલાઈને એન્ડેમિક બની જશે. હાલ અમે વૃદ્ધોને દર વર્ષે ઇન્ફ્લ્યૂએન્ઝાની રસી લેવાનું કહીએ છીએ. તેમણે જણાવ્યું, જેવી રીતે ઇન્ફ્લ્યૂએન્ઝા મ્યુટેટ કરતો રહે છે, તેવી જ રીતે અમે વેક્સિનમાં મામૂલી બદલાવ કરતા રહીએ છીએ. જેથી ગભરાવવાની જરૂર નથી. હાલની કોરોના વેક્સિન નવા વેરિએન્ટ વિરુદ્ધ ઘણી પ્રભાવી છે. પાંડાએ જણાવ્યું કે, વેક્સિન સંક્રમણથી બચાવતી નથી પરંતુ બીમારીને ગંભીર થવા દેતી નથી. તેમણે એમ પણ કહ્યું કે, આઇસીએમઆરમાં થયેલા પ્રયોગોમાં સાબિત થયું છે કે ભારતની કોરોના વેક્સિન નવા વેરિએન્ટ સામે પણ પ્રભાવી છે. જાેકે, અલગ-અલગ સ્ટ્રેન્સ પર પ્રભાવકારીતામાં અંતર આવી શકે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution