કોરોના વાઇરસ છેલ્લા 70 વર્ષથી દુનિયામાં હાજર છે: એહેવાલ

દિલ્હી-

કોરોનાના વધતા જતા કહેર વચ્ચે દેશ અને વિદેશમાં સંસોધનો ચાલી રહ્યા છે. કેટલાક વૈજ્ઞાનિકો તો કોરોનાની વંશાવલી જાણવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.આ વખતે ત્રણ દેશના વૈજ્ઞાનિકોની એક ટીમે એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે, આ વાયરસ આજનો નથી.છેલ્લા 70 વર્ષથી દુનિયામાં મોજુદ છે પણ અત્યાર સુધી આપણને તેની ખબર નહોતી પડી.

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોવિડ-19 હોર્સ શૂ પ્રકારની પ્રજાતિના ચામાચિડિયાના શરીરમાં જાેવા મળતો હતો અને ત્યાંથી જ તે માણસો સુધી પહોંચ્યો છે.આ સંશોધન નેચર માઈક્રોબાયોલોજીમાં પ્રકાશિત થયુ છે.

આ સંશોધન કરવામાં અ્‌મેરિકાની પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટી, બ્રિટિશ એડિનબર્ગ યુનિવર્સિટી અને હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધકો સામેલ છે.તેમના મતે વાયરસની ઉત્પતિ ક્યાથી થઈ તે જાણવુ એટલા માટે જરુરી છે કે, તેનાથી કોરોનાના રોગચાળાને સમજવામાં મદદ મળશે.કોરોના વાયરસ 70 વર્ષ પહેલાના એક વાયરસનુ સુધરેલુ વર્ઝન છે.કોરોના નામના વાયરસના ડીએનએ કોવિડ 19 વાયરસ સાથે મળતા આવે છે.આ બંને વાયરસના પૂર્વજાે એક જ છે પણ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં દાયકા પહેલા બંને વાયરસ એક બીજાથી અલગ થઈ ગાય હતા.જાેકે બંનેનુ માધ્યમ ચમાચિડિયા જ છે.

આ સંશોધને હવે કોરોના વાયરસ ચીનની લેબોરેટરીમાં બન્યો છે કે કેમ તેના પર પણ સવાલ ઉઠાવ્યા છે.સંશોધકોના મતે માણસોની સાથે સાથે જંગલી ચામાચિડિયાના પણ સેમ્પલિંગ કરવા જાેઈએ .જેથી કોરોનાનુ સંક્રમણ આગળ વધતુ અટકાવી શકાય.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution