વોશિંગટન
અમેરિકામાં હવે કોરોના સંક્રમણ વિરોધી વેક્સીન બાળકોને પણ આપી શકાશે. અમેરિકામાં હવે ફાઇઝરની કોવિડ વેક્સીન 12થી 15 વર્ષ સુધીના બાળકોને આપવામાં આવશે. આ બાબતે અમેરિકાના નિયામકોએ જરૂરી મંજૂરી આપી દીધી છે. બાળકોનું વેક્સીનેશન શરૂ થયા બાદ માનવામાં આવી રહ્યું છે કે હવે તેઓ ફરીથી સ્કૂલ જઈ શકશે.
સામાન્ય સ્થિતિમાં વાપસી માટે તમામ ઉંમરના બાળકોનું રસીકરણ મહત્વ્ પૂર્ણ છે. દુનિયાભરમાં આપવામાં આવી રહેલી મોટાભાગની Covid-19 વેક્સીને વયસ્કો માટે જ અધિકૃત છે. ફાઇઝરની વેક્સીનનો ઉપયોગ અનેક દેશોમાં 16 વર્ષથી ઓછી ઉંમરના કિશોરો માટે કરવામાં આવી રહ્યો છે અને કેનેડા હાલમાં 12 અને તેનાથી વધુ ઉંમરના બાળકોનું રસીકરણ કરનારો પહેલો દેશ બની ગયો છે.
2000થી વધુ અમેરિકાના વોલિન્ટિયર્સ પર કરવામાં આવેલા ટ્રાયલના આધાર પર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કહ્યું કે ફાઇઝર વેક્સીન સુરક્ષિત છે અને 12થી 15 વર્ષના કિશોરોને મજબૂત સુરક્ષા આપે છે. ફાઇઝર અને જર્મન પાર્ટનર બાયોએનેકે હાલમાં યૂરોપીયન સંઘમાં બાળકોને વેક્સીનેશનની મંજૂરી માંગી છે. જોકે ફાઇઝર એકમાત્ર એવી કંપની નથી જે પોતાની વેક્સીન માટે ઉંમર મર્યાદાને ઓછી કરવા માંગે છે. મોડર્નાએ હાલમાં 12થી 17 વર્ષના બાળકો પર સ્ટડી કરી અને તેમાં જાણવા મળ્યું કે વેક્સીનથી બાળકો પર કોઈ આડઅસર નથી થતી. એક અન્ય અમેરિકાની કંપની નોવાવેક્સની Covid-19 વેક્સીન છે જે અંતિમ ચરણમાં છે અને તેણે પણ 12થી 17 વર્ષના બાળકો પર સ્ટડી શરૂ કરી દીધી છે.