આ મહિના સુધી અન્ય દેશમાં નિકાસ નહીં કરાય કોરોના વેક્સિન

નવી દિલ્હી

કોરોનાની બીજી લહેરના કારણે ભારતમાં મચેલા હાહાકાર વચ્ચે રસીકરણ અભિયાનમાં સ્પીડ લાવવામાં આવી છે. જો કે કેટલાક રાજ્યો રસીની અછત હોવાનો પણ દાવો કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર પર આરોપ લગાવી રહી છે કે દેશમાં રસીકરણ અભિયાનને ભાર ન આપતા વિદેશમાં રસી મોકલી દીધી. પરંતુ હવે સરકારી સૂત્રોએ જણાવ્યુ કે સરકાર આ વર્ષે હવે ઓક્ટોબર મહિના સુધી કોરોનાની રસીના એકપણ જથ્થાની નિકાસ કરશે નહિ અને વેક્સીનનો ઉપયોગ દેશમાં જ કરવામાં આવશે. જો કે આનાથી દુનિયાભરમાં રસીના સપ્લાઇ માટે શરુ કરેલી પહેલ કોવેક્સને ઘણું નુકસાન થવાની આશંકા છે.

આપને જણાવી દઇએ કે કોરોના સંકટના કારણે ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલા ભારતે રસીના નિકાસ પર રોક લગાવી દીધી છે. અત્યાર સુધી ભારત રસીના 6.6 કરોડ ડોઝની નિકાસ કરી ચૂક્યા છે. જો કે ભારત તરફથી રસીની નિકાસ રોક્યા બાદ બાંગ્લાદેશ,નેપાળ,શ્રીલંકા અને કેટલાય આફ્રીકી દેશ હવે રસી મેળવવા માટે હેરાન થઇ રહ્યા છે. એક સૂત્રએ પ્રમાણે અંદરખાને એવી ચર્ચા થઇ છે અને દેશને એ પણ કહેવામાં આવ્યુ છે હાલની સ્થિતિમાં વેક્સીન નિકાસનું વચન પુરુ થવાની આશા ન રાખો. જો કે સૂત્રો તરફથી હજી એ જાણકારી મળી નથી કે વેક્સીન સપ્લાઇ મોડો થવા વિશે કયા દેશને જાણકારી આપવામાં આવી છે.

બે અન્ય સૂત્રોએ જણાવ્યુ કે ભારત તરફથી વેક્સીન નિકાસ ક્યારે ફરી શરુ થશે. એ એના પર નિર્ભર કરે છે કે ભારત કેટલી જલ્દી બીજી લહેરના કારણે પેદા થયેલી સ્થિતિને નિયંત્રિત કરી લેશે. જો કે વિદેશ મંત્રાલયે હજી આને લઇને કોઇ નિવેદન આપ્યુ નથી. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યુ કે અત્યારે ભારતમાં વેક્સીનના સપ્લાઇ પર ફોકસ છે. આ પહેલા અનુમાન હતુ કે બીજા દેશોને જૂનથી વેક્સીનની નિકાસ થવા લાગશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution